યુવરાજે અશ્વિનને સ્થાન મળતા ઉઠાવ્યા સવાલ, આ ખેલાડીને સાચો હકદાર ગણાવ્યો

નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન યુવરાજ સિંહે ભારતીય વર્લ્ડ કપ ટીમ વિશે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સિક્સર કિંગ તરીકે જાણીતા યુવીએ કહ્યું કે, અક્ષર પટેલને બદલે વોશિંગ્ટન સુંદરને ટીમમાં જગ્યા મળવી જોઈતી હતી.

વર્લ્ડ કપ 2011ના હીરો યુવરાજ સિંહ માને છે કે, ભારતીય ટીમ ઉત્તમ ખેલાડીઓથી ભરેલી છે, પરંતુ હોમ ટીમની લાઇન-અપમાં ઇજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને કાંડાના જાદુગર, સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અથવા વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થવો જોઈતો હતો. ઈજાના કારણે ઓલરાઉન્ડર અક્ષર વર્લ્ડ કપમાં રમી શકશે નહીં.

તેના સ્થાને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુવરાજે મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'મને અંગત રીતે લાગે છે કે આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલની ખોટ છે. ટીમમાં લેગ સ્પિનરનો અભાવ છે. જો આપણે યુઝીને પસંદ ન કરી રહ્યા હોય તો હું વોશિંગ્ટન સુંદરને ટીમમાં જોવા માટે ઉત્સુક હતો, પરંતુ ટીમને કદાચ એક અનુભવી બોલર જોઈતો હતો, તેથી મને લાગે છે કે તેઓએ અશ્વિનને પસંદ કર્યો.'

યુવરાજે કહ્યું કે વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહના પ્રદર્શનની ભારતના અભિયાન પર ભારે અસર પડશે. યુવીએ કહ્યું, 'જસપ્રીત એક મેચ વિનર છે, જેમ કે જેક (ઝહીર ખાન)એ 2011માં અમારા માટે કર્યું હતું. તેની કુશળતા અને ઝડપ જસપ્રીતને ખતરનાક બનાવે છે. તે ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. ઈજામાંથી આટલા લાંબા સમય પછી પરત ફરવું એ જ મોટી વાત છે. આવા બોલર રાખવાથી ટીમનું મનોબળ વધે છે, કારણ કે તેઓ કોઈપણ સંજોગોમાં મેચ જીતાડી શકે છે.'

યુવીએ એમ પણ કહ્યું કે, 'વર્લ્ડ કપ જીતવા માટે દરેકને પોતાનું સર્વસ્વ આપી દેવું પડશે. ફોર્મેટ અલગ છે અને જો તમે સેમિ-ફાઇનલ સ્ટેજમાં પહોંચો છો, તો તમને સીધી મોટી મેચમાં દબાણનો સામનો કરવો પડશે. તેથી મને લાગે છે કે તમે દબાણનો સામનો કેવી રીતે કરશો તેના પર બધું નિર્ભર રહેશે. 2011માં જ્યારે ભારતે તેની સંયુક્ત યજમાનીમાં વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમાં યુવરાજ સિંહનું મોટું યોગદાન હતું. આઠ ઇનિંગ્સમાં 362 રન બનાવવાની સાથે યુવીએ ટૂર્નામેન્ટમાં 15 વિકેટ પણ લીધી હતી.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.