આ પૂર્વ દિગ્ગજ ખેલાડી બોલ્યો- કોહલી વિના મારી વાપસી સંભવ નહોતી

PC: timesofindia.indiatimes.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ભારતને 2 વખત ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2007માં થયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ કરો યા મરોવાળી મેચમાં અડધી સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમીફાઈનલ મેચમાં પણ તેણે અડધી સદી ફટકારી હતી. વર્ષ 2011ના વર્લ્ડ કપમાં તે સતત સારું પ્રદર્શન કરતા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. જો કે, વર્ષ 2011ના વર્લ્ડ કપ બાદ યુવરાજ સિંહે પોતાના કેન્સર બાબતે જાણકારી મળી, જેના કારણે તેને ક્રિકેટથી બ્રેક લેવો પડ્યો અને જ્યારે તેણે એક વર્ષ બાદ વાપસી કરી તો તેને ટીમમાં જગ્યા બનાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો.

યુવરાજ સિંહે હાલમાં જ પોતાની વાપસી સાથે જોડાયેલા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે, જો વિરાટ કોહલી ન હોત તો તે ભારતીય ટીમમાં વાપસી ન કરી શકતો. યુવરાજ સિંહે ભારત માટે અંતિમ વન-ડે વર્ષ 2017માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રમી હતી. એ જ વર્ષે તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના વન-ડે કરિયરનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ 150 રન બનાવ્યા હતા. T20 ઇન્ટરનેશનલમાં પણ તેને ઘણા ચાંસ મળ્યા હતા, પરંતુ તેનો તે ફાયદો ન ઉઠાવી શક્યો. યુવરાજ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, જ્યારે મેં વાપસી કરી, વિરાટ કોહલીએ મારો સપોર્ટ કર્યો.

તેણે કહ્યું કે, જો તેણે મારું સમર્થન ન કર્યું હોત તો હું વાપસી ન કરી શકતો, પરંતુ ત્યારે મહેન્દ્ર સિંહ ધોની હતો, જેણે મને વર્ષ 2019ને લઈને યોગ્ય તસવીર દેખાડી. તેણે જણાવ્યું કે, સિલેક્ટર્સ તેની બાબતે વિચારી રહ્યા નથી. તેણે મને યોગ્ય તસવીર દેખાડી. તેણે મને સ્પષ્ટતા આપી. તેણે એટલું કર્યું જેટલું તે કરી શકતો હતો. તેણે આગળ કહ્યું કે, વર્ષ 2011ના વર્લ્ડ કપ સુધી મહેન્દ્ર સિંહ ધોનીને મારામાં ખૂબ વિશ્વાસ હતો અને કહેતો હતો કે તું મારો ખાસ ખેલાડી છે, પરંતુ બીમારી બાદ પરત આવ્યા બાદ ગેમ બદલાઈ ગઈ હતી અને ટીમમાં ઘણા બદલાવ થઈ ગયા હતા. જ્યાં સુધી વર્ષ 2015ના વન-ડે વર્લ્ડ કપની વાત છે તો તમે કોઈ એક વસ્તુ પર સવાલ નહીં ઉઠાવી શકો. તે એક ખૂબ જ પર્સનલ કૉલ છે.

યુવરાજ સિંહના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 40 ટેસ્ટ, 304 વન-ડે અને 58 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેણે ટેસ્ટ 40 ટેસ્ટની 62 ઇનિંગમાં 33.93ની એવરેજ અને 57.98ની સ્ટ્રાઈક રેટથી 1,900 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 3 સદી અને 11 અડધી સદી છે. 304 વન-ડેની 278 ઇનિંગમાં તેણે 36.56ની એવરેજ અને 87.68ની સ્ટ્રાઈક રેટથી 8,701 રન બનાવ્યા છે જેમાં તેના નામે 14 સદી અને 52 અડધી સદી છે, તો 58 T20 ઇન્ટરનેશનલમાં તેના નામે 1,177 રન છે, જેમાં તેના નામે 8 અડધી સદી નોંધાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp