યુઝવેન્દ્ર ચહલની આ ખેલાડી સામે બોલતી બંધ થઈ જાય છે, પોતે સ્વીકાર્યું

PC: crictoday.com

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સૌથી કુલ માનવામાં આવે છે. તેને સૌથી શાનદાર કેપ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના શાંત સ્વભાવને લઈને પ્રખ્યાત ધોનીને લઈને તેની સાથે રમી ચૂકેલા ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કેટલાક મોટા ખુલાસા કર્યા છે. તેણે ધોનીની કેપ્ટન્સીમાં જ વર્ષ 2016માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને ધોનીને લઈને યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, ધોની સામે આવતા જ તેની બોલતી બંધ થઈ જાય છે અને તે તેની સામે ચૂપ જ રહેવું પસંદ કરે છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં દરમિયાન યુઝવેન્દ્ર ચહલે મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાના સંબંધોને લઈને કહ્યું કે ધોની એકમાત્ર વ્યક્તિ છે, જે સામે આવતા જ મારી બોલતી બંધ થઈ જાય છે. તેમની સામે મારી જીબ બંધ થઈ જાય છે. પછી મારું મૂડ ગમે તેવું પણ હોય. હું વધારે કંઈ બોલતો નથી. હું બસ શાંત બેસું છું અને જો માહી ભાઈ કંઈ પણ પૂછે છે તો જવાબ આપું કે પછી હું ચૂપ રહું છું. વેસ્ટ ઇન્ડીઝની એક મેચનો ઉલ્લેખ કરતા યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, અમે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એક T20 મેચ રમી રહ્યા હતા.

પહેલી વખત મને 4 ઓવરમાં 64 રન આપવામાં આવ્યા. ક્લાસેન મારા બૉલ પર ખૂબ રન બનાવી રહ્યા હતા. એટલે તેમણે મને પૂછ્યું કે શું તું રાઉન્ડ ધ બોલિંગ કરીશ. મે કહ્યું સારું, પરંતુ કલાસેને મને સિક્સ માર્યો હતો, ત્યારબાદ હું હેરાન હતો. ક્લાસેનના સિક્સને લઈને યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, હું પાછો જઈ રહ્યો હતો, જ્યારે માહી ભાઈ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે આજે તારો દિવસ નથી. કોઈ વાંધો નહીં. બસ બાકી 5 બૉલ બચ્યા છે અને તેના પર બાઉન્ડ્રી ન લગાવવી જોઈએ કેમ કે તેનાથી ટીમને મદદ મળશે.

આ ઇન્ટરવ્યૂમાં યુઝવેન્દ્ર ચહલે પોતાના રિલેશનશી થી લઇને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં રિટેન ન થવાને લઈને પણ વાત કરી હતી. યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી એક વખત પણ રિટેન ન કરવાને લઈને ફોન પણ કરવામાં આવ્યો નહોતો. RCB માટે તેને 140 મેચ રમી હતી, પરંતુ ટીમમાં રિટેન ન કરવાની વાત તેને સીધી ઓક્શનથી ખબર પડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp