26th January selfie contest

ચહલ કેમેરો લઈ ડ્રેસિંગ રૂમમાં ઘૂસ્યો, રોહિત કહે- સારું ફ્યૂચર છે તારું, Video

PC: twitter.com/bcci

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ, જેમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. મેચ પહેલા ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે મેચ પહેલા ફેન્સને જરૂર રાયપુર ડ્રેસિંગ રૂમની મુલાકાત કરાવડાવી હતી.

આ દરમિયાન ચહલે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની સીટની સાથે ટીમ ઈન્ડિયાના ખાવાનું મેનુ પણ દેખાડ્યું હતું.BCCIએ ચહલની ટીમ ઈન્ડિયાના આ ડ્રેસિંગ રૂમ ટુરનો વીડિયો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. વીડિયોની શરૂઆતમાં ચહલ કહેતો જોવા મળે છે કે આજે ચહલ ટીવી પર કોઈ ખિલાડી નહી આવે પરંતુ તે ફેન્સને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનું સર્વે કરાવવાનો છે. ચહલે સૌથી પહેલ દેખાડ્યું કે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા એક સાથે બેસેલા છે.

 

રાયપુરના ડ્રેસિંગ રૂમ ઘણો મોટો અને કમ્ફર્ટેબલ છે. ચહલે આ દરમિયાન ઈશાન કિશન સાથે તેની ડબલ સેન્ચુરીમાં તેના યોદગાન પર પણ વાત કરી હતી. જ્યારે ચહલ મસાજ ટેબલ દેખાડ્યા પછી ટીમ ઈન્ડિયાના ફૂડ કોર્નર તરફ વધે છે, તો કેપ્ટન રોહિત શર્મા તેની મજા લેતો જોવા મળે છે. રોહિત આ દરમિયાન ચહલને કહે છે- સારું ફ્યુચર છે તારું.

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ રાયપુરના આ સુંદર મેદાન પર ટીમ ઈન્ડિયાની નજર સીરિઝ પર કબ્જો કરવા પર રહેશે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હૈદરાબાદમાં ભારતે પહેલી મેચ 12 રનથી જીતી લીધી હતી. બીજી મેચમાં ભારતે 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો અને સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે.

છેલ્લી મેચમાં હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને આઉટ કરવામાં ભારતીય બોલરોના પસીના છૂટી ગયા હતા. તેવામાં રોહિત ઉમરાન મલિકને એક્સ ફેક્ટરના રૂપમાં જરૂરથી ઉપયોગ કરવા ઈચ્છશે. છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડે ભારતના 350 રનના લક્ષ્ય સુધી પહોંચી જ ગઈ હતી અને મેચ ન્યુઝીલેન્ડના પલડામાં જતી રહી હતી પરંતુ છેલ્લે છેલ્લે ભારતીય બોલરોને વિકેટ મળતા ટીમ 12 રનથી જીત મેળવી શકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp