વન-ડે વર્લ્ડ કપ અગાઉ ઝહીર ખાનની સલાહ, નંબર-4 પર બેટિંગને લઇને વ્યક્ત કરી શંકા

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું માનવું છે કે, શ્રેયસ ઐય્યરની ઇજા અને એક બાદ એક વન-ડેમાં સૂર્યકુમાર યાદવની સતત 3 નિષ્ફળતાઓએ ફરી એક વખત ભારતીય ટીમને વર્ષ 2019 વન-ડે વર્લ્ડ કપની નાવ પર લાવીને ઊભી કરી દીધી છે. 4 વર્ષ અગાઉ મેગા ઇવેન્ટ માટે ભારત નંબર-4ની સ્થિતિ પર એક સ્થાયી બેટ્સમેન શોધવા સંઘર્ષ કરી રહી હતી. આ એક કારણ હેતું કે, ટીમ ટૂર્નામેન્ટની સેમીફાઇનલ બાદ આગળ વધી ન શકી. 50 ઓવરનો વર્લ્ડ કપ આ વખત ભારતમાં આયોજિત થઈ રહ્યો છે અને ઝહીર ખાનને લાગે છે કે, મેજબાન ટીમે નંબર-4ના બેટિંગ ક્રમ પર ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.

સૂર્યકુમાર યાદવ જેને ભારતીય ટીમના વન-ડે નિયમિત નંબર-4 બેટ્સમેન શ્રેયસ ઐય્યરની ભૂમિકા લેવાની આશા હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલમાં જ સમાપ્ત થયેલી વન-ડે સીરિઝમાં સતત 3 વખત ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયો, જેથી બેટિંગની સ્થિતિના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળ છવાઈ ગયા છે. ઝહીર ખાને કહ્યું કે, બેટિંગ ક્રમમાં કંઈક એવું છે, જેના પર નિશ્ચિત રૂપે તેમણે ફરીથી વિચાર કરવું પડશે. તેમણે ફરી નંબર-4નો વિકલ્પ શોધવો પડશે.

તેણે કહ્યું કે, એ કંઈક એવું હતું જેના પર વર્ષ 2019ના વર્લ્ડ કપ માટે પણ ચર્ચા થઈ હતી. આપણે 4 વર્ષ બાબતે વાત કરી રહ્યા છીએ. હવે જો આપણે એ જ નાવમાં છીએ. હાં હું સમજુ છું કે શ્રેયસ ઐય્યર તમારો નામિત નંબર-4 હતો. તમે વાસ્તવમાં તેને એ ભૂમિકા અને જવાબદારી લેતા જોઈ રહ્યા છો, પરંતુ જો તે લાંબા સમય સુધી ઇજાગ્રસ્ત રહેવાનો છે તો વાસ્તવમાં એ જવાબ શોધવા પડશે. ઝહીર ખાને એક સ્પોર્ટ્સ વેબસાઈટને કહ્યું કે, એ ધ્યાન આપવા યોગ્ય છે કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચમાં હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવનું સમર્થન કર્યું હતું.

રોહિત શર્માએ કહ્યું હતું કે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સીરિઝમાં માત્ર 3 જ બૉલ રમી શક્યો. એ કોઈ પણ સાથે થઈ શકે છે. તે શાનદાર બૉલ પર આઉટ થયો. આ મેચની વાત કરીએ તો તેણે શૉટ ખોટો પસંદ કરી લીધો હતો. અમે તેને પહેલાથી જાણીએ છીએ તે સ્પિન વિરુદ્ધ શાનદાર બેટિંગ કરે છે. એટલે અમે તેને પછી માટે બચાવી રાખ્યો હતો, જેથી તે છેલ્લી 15-20 ઓવરોમાં ખૂલીને બેટિંગ કરી શકે. તેની અંદર ક્વાલિટી પણ છે અને ક્ષમતા પણ. બસ તે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.