
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2013માં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કેસે બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ ઘણા ખેલાડીઓની ધરપકડ થઇ અને રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ને 2 વર્ષ માટે બેન કરી દેવામાં આવી હતી. આ કેસમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પણ ઉછળ્યુ હતું. ત્યારબાદ વર્ષ 2014માં મહેન્દ્ર ધોનીએ Zee મીડિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
Zee મીડિયા કોર્પોરેશને આ માનહાનીના કેસના સંબંધમાં પૂછપરછને રદ્દ કરવા માટે બુધવારે મદ્રાસ હાઇ કોર્ટ તરફ જવાનો નિર્ણય લીધો છે. Zee મીડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એકલ ન્યાયાધીશના 11 નવેમ્બર 2022ના આદેશને પડકાર આપવામાં આવ્યો હતો. જેમાં ક્રિકેટર દ્વારા ઉઠાવવામાં આવેલી પૂછપરછને રદ્દ કરવાની તેની અરજીને મોટા ભાગે અસ્વીકૃત કરી દેવામાં આવી હતી.
જસ્ટિસ અને મહાદેવન અને મોહમ્મદ શફીકની પીઠે બુધવારે એકલ ન્યાયાધીશના આદેશ પર ઘણી મધ્યસ્થ રોકથી ઇનકાર કરી દીધો, પરંતુ 13 માર્ચના રોજ સોમવારે Zeeની અપીલ પર સુનાવણી કરવા પર સહમતી વ્યક્ત કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ Zee મીડિયા, IPS અધિકારી સંપત કુમાર અને અન્ય વિરુદ્ધ કથિત દુર્ભાવનાપૂર્ણ નિવેદનો અને સમાચાર રિપોર્ટ વિરુદ્ધ હાઇ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ક્રિકેટર વર્ષ 2013માં IPL મેચોની સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગમાં સામેલ હતા.
મહેન્દ્ર સિંહ ધોનીએ કોર્ટને સંપત કુમાર અને ઘણા લોકોને તેમની વિરુદ્ધ IPL સટ્ટાબાજી કૌભાંડ સંબંધિત મુદ્દા પર કઇ પણ પ્રકાશિત કરતા રોક લગાવવાની અપીલ કરી હતી. IPL 2013માં સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજી સાથે જોડાયેલો કેસ સામે આવ્યો હતો. આ કેસને IPS સંપત કુમાર લીડ કરી રહ્યા હતા. તેમણે આ કેસમાં મહેન્દ્ર સિંહ ધોની પર પણ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ધોનીએ કહ્યું હતું કે, IPS અધિકારી સંપત કુમાર મારા ઉપર સ્પોટ ફિક્સિંગને લઇને મારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ મારી વિરુદ્ધ ખોટા સમાચારો અને ખોટા નિવેદન આપી રહ્યા છે. ધોનીએ વળતર તરીતે કોર્ટ પાસે તેના માટે 100 કરોડ રૂપિયાની માગ પણ કરી હતી. કોર્ટે વર્ષ 2014માં સંપત કુમાર પર ધોની વિરુદ્ધ કોઇ પણ પ્રકારના નિવેદન આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ એ છતા કુમારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં ન્યાયિક પ્રણાલી અને તેની વિરુદ્ધ કેસોમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp