- Sports
- ધોની સાથે મળી ઝીવાએ બચાવ્યો બેભાન પક્ષીનો જીવ, જુઓ તસવીરો
ધોની સાથે મળી ઝીવાએ બચાવ્યો બેભાન પક્ષીનો જીવ, જુઓ તસવીરો
.jpg)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં તેની દીકરી ઝીવા ધોની સાથે ખૂબ સમય પસાર કરી રહ્યા છે. પિતા-દીકરીના રાંચીમાં સ્થિત પોતાના ઘરમાં બાઈક ડ્રાઈવ કરવાથી લઈ પાળતૂ શ્વાનો સાથે રમવાના વીડિયો દર અઠવાડિયા ઘણીવાર તેમના ચાહકોને મળી જાય છે. પણ રમત રમતમાં હવે પિતા દીકરીની જોડીએ સાક્ષી ધોની સાથે મળીને એક સારુ કામ પણ કર્યું છે. તેમને સાથે મળી મંગળવારે સાંજે એક બેભાન પક્ષીનો જીવ બચાવ્યો છે. તેની સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.
ઝીવાના અકાઉન્ટ પર ધોનીની ચાર તસવીરો શેર કરતા જણાવ્યું કે લોનમાં ઝીવાએ એક પક્ષીને બેભાન અવસ્થામાં જોયું. તેણે તરત બૂમ પાડી ધોની અને સાક્ષીને બોલાવી લીધા. ધોનીએ પક્ષીને હાથમાં લીધું અને તેને પાણી પીવડાવ્યું. થોડા સમય પછી પક્ષીએ આંખ ખોલી. બધાં ખુશ થઈ ગયા. પોસ્ટમાં લખ્યું છે, એક ટોપલીમાં પાંદડા રાખી તેમાં પક્ષીને બેસાડી દીધું. સાક્ષી ધોનીએ જણાવ્યું કે, આ ક્રિમ્સન બ્રીસ્ટેટ બાર્બેટ છે. જેને કોપરસ્મિથ પણ કહેવામાં આવે છે. પછી તે ઉડી ગઈ. ઝીવા તેને રોકવા માગતી હતી પણ સાક્ષીએ કહ્યું કે, તે પોતાની માતા પાસે ગઈ છે.
ઝીવાએ જે તસવીર શેર કરી છે, તેમાં ધોની સફેદ દાઢીના સ્થાને કાળા વાળમાં જોવા મળી રહ્યો છે. ધોની પાછલા ઘણાં મહિનાઓથી લોકડાઉનને કારણે પોતાના રાંચી સ્થિત ઘરમાં જ સમય પસાર કરી રહ્યો છે. તેણે લોકડાઉન પહેલા IPL માટે તૈયારી પણ શરૂ કરી દીધી હતી.
માહીની IPL ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ઝીવાની પોસ્ટ પર કેપ્શનની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. CSKએ ધોનીની એ ફોટો શેર કરી છે, જેમાં તેના હાથમાં પક્ષી બેઠું છે. CSK ટીમે કેપ્શનમાં લખ્યું, મોસ્ટ વોન્ટેડ બર્ડ આઈ વ્યૂ. આ પોસ્ટને લગભગ 2.33 લાખ ફેન્સે લાઈક કરી છે અને ઘણી કમેન્ટ્સ પણ મળી છે.
Related Posts
Top News
14 વર્ષ સુધીની છોકરીઓ માટે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય
આગામી 7 દિવસ ગુજરાતમાં ગરમી કેવી રહેશે? હવામાન વિભાગની આગાહી જાણો
મારુતિએ 6 એરબેગ્સ સાથે લોન્ચ કરી દેશની સૌથી સસ્તી અલ્ટો કાર, જાણી લો કિંમત
Opinion
