
હવે જો એક્સચેન્જમાં કોઇ પ્રકારે કામકાજ બાધિત થાય તો માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ, ટ્રેડિંગ મેમ્બર્સ વગેરેને 15 મિનિટની અંદર તેની સૂચના આપવી પડશે. એટલું જ નહીં રેગ્યુલેટરને તાત્કાલિક તેની જાણકારી આપવી પડશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે, SEBIએ સ્ટોક એક્સચેન્જમાં કોઇ પણ કારણે કામકાજ ઠપ્પ થવાની સ્થિતિમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે. SEBIના સર્ક્યુલર અનુસાર, એક્સચેન્જમાં ગડબડ એટલે કે, આઉટેજનો મતલબ ટ્રેડિંગ બંધ થવાથી છે. તેમાં એક્સચેન્જમાં ટેક્નિકલ ગડબડીઓ એક્સચેન્જના કંટ્રોલની બહારના કારણ શામેલ છે. આવી સ્થિતિમાં એક્સચેન્જને માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ, ટ્રેડિંગ મેમ્બર્સ અને અન્ય MIIને સૂચના આપવા માટે 15 મિનિટની ટાઇમ વિંડો આપવામાં આવી છે.
એક કે તેનાથી વધારે સેગમેન્ટમાં પ્રોબ્લેમ આવવાની સ્થિતિને આઉટેજ માનવામાં આવ્યું છે. જોકે, અન્ય અપ્રભાવિત સેગમેન્ટમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. સાથે જ, અન્ય અપ્રભાવિત એક્સચેન્જ પોતાના દરેક માર્કેટ સેગમેન્ટમાં ટ્રેડ ચાલુ રાખી શકશે. પ્રભાવિત એક્સચેન્જને ટ્રેડિંગ શરૂ કરવા પહેલા દરેક માર્કેટ પાર્ટિસિપેન્ટ્સને 15 મિનિટ પહેલા સૂચના આપવી પડશે. જ્યારે, પ્રભાવી પ્રાઇઝ ડિસ્કવરી માટે પ્રીઓપનિંગ સેશન સામાન્ય પ્રીઓપનિંગ સેશનની જેમ હશે.
જો એક્સચેન્જ સામાન્ય ક્લોઝરથી 45 મિનિટ પછી પ્રોબ્લેમને દૂર નથી કરી શકતું તો પછી પ્રભાવિત એક્સચેન્જમાં એ દિવસે કોઇ ટ્રેડિંગ નહીં થશે. જોકે, અન્ય પ્રભાવિત એક્સચેન્જમાં વધારવામાં આવેલા સમય માટે કામકાજ ચાલુ રહેશે. જો પ્રોબ્લેમ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં અને નિર્ધારિત ક્લોઝરથી 15 મિનિટ પહેલા થાય છે તો દરેક એક્સચેન્જો માટે ટ્રેડિંગનો સમય દોઢ કલાક સુધી વધારવામાં આવશે.
ગયા મહિનાના એક ન્યુઝ રિપોર્ટ અનુસાર, SEBI કોમોડિટી એક્સચેન્જ MCX તરફથી ટ્રેડિંગ ટેક્નોલોજીમાં કરવામાં આવેલા ફેરફાર પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. આ કેસ મદ્રાસ હાઇકોર્ટમાં પણ પહોંચી ગયો છે. રોકાણકારોના એક સમૂહે કોર્ટને અનુરોધ કર્યો છે કે, SEBI MCX પર ટ્રેડિંગ માટે ઉપયોગ કરવામાં આવી રહેલા સોફ્ટવેરની તપાસ પર વિસ્તૃત રિપોર્ટ સોંપે. આ કેસમાં SEBIએ કોર્ટ પાસે જવાબની એફીડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. તેની સાથે જ, કોર્ટે MCX, MCX ક્લિયરિંગ કોર્પોરેશન અને તેમના CEO અને ચીફ ટેક્નોલોજી ઓફિસરને નોટિસ પણ મોકલી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp