1 વર્ષમાં 250% રિટર્ન, 3 વર્ષમાં 1 લાખના બની ગયા 51 લાખ

PC: businesstoday.in

શેર બજારમાં ઉતાર ચડાવ વચ્ચે ઘણા શેરોએ નિવેશકોને છપ્પરફાડ રિર્ટન આપ્યું છે. આ શેરોમાં નિવેશ કરનારા માલામાલ થઈ ગયા છે. આજે અમે તમને એવા શેર વિશે જણાવી રહ્યા છીએ, જેમા એક લાખ રૂપિયાનું નિવેશ કરનારાઓને 97 લાખ રૂપિયાનું બમ્પર રિટર્ન મળી રહ્યું છે. શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. આ શેરમાં નિવેશ કરનારને લોંગ ટર્મમાં બમ્પર નફો થયો છે. 13 એપ્રિલ, 2022ના રોજ 8 રૂપિયાના લેવલથી કારોબાર શરૂ કરી આ કંપનીના શેરોએ 40 રૂપિયાના સ્તરને પાર કરી લીધો છે. અમે વાત કરી રહ્યા છીએ હાર્ડવિન ઇન્ડિયા લિમિટેડના શેરોની. હાર્ડવિન ઇન્ડિયા લિમિટેડના શેર નિવેશકોને માત્ર 3 વર્ષના ટૂંકા સમયગાળામાં જ 5000 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપી ચુક્યા છે. શુક્રવારે શેર બજારના ટોપ ગેનર્સ શેર્સમાં સામેલ હાર્ડવિન ઇન્ડિયા લિમિટેડના શેર 5 ટકાના અપર સર્કિટ પર પહોંચી ગયા અને તે 40 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા.

Hardwyn India શેરના ભાવમાં આવેલી અચાનક તેજીનું કારણ એ છે કે, Hardwyn India લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એ નિર્ણય કર્યો છે કે, હાર્ડવિન ઇન્ડિયા લૉક્સ લિમિટેડના વિલયને મંજૂરી આપી દેવામાં આવે. શેર બજારમાં શુક્રવારે Hardwyn India લિમિટેડના શેરોમાં બમ્પર ખરીદી જોવા મળી હતી.

ગત નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં હાર્ડવિન ઇન્ડિયા લિમિટેડની રેવેન્યૂ આશરે 30 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. દર વર્ષના આધાર પર તેમા 10 ટકાનો ઘટાડો આવ્યો છે. માર્ચ ત્રિમાસિકમાં હાર્ડવિન ઇન્ડિયાનો કામકાજી નફો 5.66 કરોડ રૂપિયા પર રહ્યો છે જેમા 118 ટકાની તેજી આવી છે. Hardwyn India લિમિટેડે પોતાના નિવેશકોને ગત એકથી બે વર્ષમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે.

20 જૂન, 2022ના રોજ હાર્ડવિન ઇન્ડિયાના શેર 11 રૂપિયાના લેવલ પર હતા જે એક વર્ષ કરતા પણ ઓછાં સમયમાં 51 રૂપિયાના લેવલ પર પહોંચી ચુક્યા છે. આ જ રીતે માત્ર એક વર્ષની અવધિમાં હાર્ડવિન ઇન્ડિયા લિમિટેડે શેરોના નિવેશકોને 300 ટકા રિટર્ન આપ્યું છે. બે વર્ષની અવધિમાં હાર્ડવિન ઇન્ડિયા લિમિટેડના શેરોએ નિવેશકોને માલામાલ કરી દીધા છે. હાર્ડવિન ઇન્ડિયા હાર્ડવેર ફિટિંગ બનાવનારી કંપની છે અને બિલ્ડરને કંપની કમ્પ્લીટ સોલ્યૂશન ઉપલબ્ધ કરાવે છે.

હાર્ડવિન ઇન્ડિયા લિમિટેડ કંપની કિચન પ્રોડક્ટ, મલ્ટી પ્રોડક્ટથી લઇને ટેક્સટાઇલના કારોબારમાં પણ સામેલ છે. હાર્ડવિન ઇન્ડિયાના શેરમાં એક લાખ રૂપિયાનું નિવેશ કરનારા લોકોને હાલ પૂરા 97 લાખ રૂપિયાનું બમ્પર રિટર્ન મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp