અદાણી ગ્રુપના શેરોમાં ભૂકંપ, 1 કલાકમાં 52000 કરોડ રૂપિયાનું ધોવાયા, જાણો કારણ

PC: ndtv.com

દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને એશિયાના બીજા નંબરના સૌથીધનિક ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ નથી લેતી. અમેરિકાની એક એજન્સીના અહેવાલને કારણે અદાણી ગ્રુપના શેરો શુક્રવારે શેરબજારાં ઉંધા માથે પટકાયા હતા અને એક જ કલાકમાં 52,000 કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું.

ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ભારતમાં શેરબજારના નિયમનકાર સેબી પહેલાથી જ અદાણી જૂથ સામે તપાસ કરી રહી છે. શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ અમેરિકી એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અદાણી ગ્રૂપમાં રોકાણ કરનારા અમેરિકન રોકાણકારોને આ જાહેરાતમાં જૂથે કઈ માહિતી શેર કરી છે. હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર વિદેશીઓ કંપનીઓ દ્રારા ગ્રુપ કંપનીઓના શેરોના ભાવમાં હેરફેર કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ અહેવાલને કારણે અદાણી ગ્રુપની કંપની ACCના શેરનો ભાવ 3 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝીસ 9 ટકા, અદાણી દ્રીન એનર્જિના ભાવમાં 3 ટકા , અદાણી પોર્ટસના ભાવમાં 5 ટકા, અદાણી પાવરના ભાવમાં 5 ટકા, અદાણી ટોટલ ગેસના ભાવામાં 4 ટકા, અદાણી ટ્રાન્સમિશન 8 ટકા, અદાણી વિલ્મર 3 ટકા, અબુંજા સીમેન્ટ 3 ટકા અને NDTVના શેરમાં 3 ટકાનો કડાકો બોલી ગયો છે. માત્ર એક જ કલાકમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 52,000 કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.

ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, રિપોર્ટ બાદ ગ્રુપ અમેરિકન રોકાણકારો સાથે વાત કરી રહ્યું છે. અદાણી ગ્રૂપની કંપનીઓ પર વિદેશી કંપનીઓની મદદથી શેરમાં હેરાફેરી કરવાનો આરોપ છે. અમેરિકાની બ્રુકલિન અને ન્યૂયોર્ક અમેરિકન તપાસ એજન્સીઓ શોર્ટ સેલર હિંડનબર્ગ એટર્ની ઓફિસે આ ગ્રુપ કંપનીઓમાં રોકાણ કરનારા સંસ્થાકીય રોકાણકારો પાસેથી ઘણી માહિતી માંગી છે.

જો કે આ મામલે અદાણી ગ્રુપનું નિવેદન આવ્યું છે. અદાણી ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું છે કે તેમની પાસે US રેગ્યુલેટર્સ દ્વારા રોકાણકારો પર કરવામાં આવેલી કાનૂની નોટિસ  વિશે કોઈ જાણકારી નથી.

મીડિયા રિપોર્ટમાં રોકાણકારોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ પ્રશ્નો અદાણી ગ્રુપમાં રોકાણ સાથે સંબંધિત છે. આ રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાનું માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) પણ આવી જ તપાસ કરી રહ્યું છે.

અમેરિકી સત્તાવાળાઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રૂપે કયા અમેરિકી રોકાણકારોનો સંપર્ક કર્યો હતો અને તેનો હેતુ શું હતો.જોકે, માહિતી મેળવવા અને US એટર્ની પાસેથી પ્રશ્નો પૂછવાનો મતલબ એવો નથી કે કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી થવાનું બંધાયેલું છે. આ એજન્સીઓ ઘણી વખત તપાસ શરૂ કરે છે, પરંતુ તેમાંથી કોઈ નિષ્કર્ષ બહાર આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp