અદાણીનું જોરદાર કમબેક,શેરોના ઘટાડા પર બ્રેક,વિલ્મરથી લઇને પોર્ટ સુધી તોફાની તેજી

ગૌતમ અદાણી નેતૃત્વવાળા અદાણી ગ્રુપના લગભગ બધી કંપનીઓના શેરોમાં ભારે ઘટાડા પર મંગળવારે બ્રેક લાગ્યો. અદાણી વિલ્મારથી લઇને અદાણી પોર્ટ સુધી બધામાં તોફાની તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરોએ તો શેર બજારની શરૂઆત સાથે જ જોરદાર 20 ટકાની છલાંગ લગાવી દીધી. ગત 24 જાન્યુઆરી 2023ના રોજ ગ્રુપને લઇને અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ પબ્લિશ થયા બાદ આ શેરોમાં સુનામી જોવા મળી રહી હતી.

સૌથી પહેલા વાત કરી લઇએ ગૌતમ અદાણીની કંપનીઓના શેરોમાં આવેલી તેજીની, તો સવારે 10:05 વાગ્યા સુધી અદાણી વિલ્મર 4.99 ટકા વધીને 398.90 રૂપિયા પર, અદાણી ગ્રીન એનર્જી 4.72 ટકાની છલાંગ સાથે 931.05 રૂપિયા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકાની તેજી લઇને 1319.25 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. એ સિવાય અદાણી પોર્ટ્સ 8.99 ટકા છલાંગ લગાવીને 594.50 રૂપિયા પર.

અંબુજા સિમેન્ટના શેર 3.34 ટકા છલાંગ લગાવીને 392.45 રૂપિયા અને ACC Ltdના સ્ટોક્સ 3.12 ટકા છલાંગ લગાવીને 2031.05ના લેવાર પર ટ્રેડ કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં સૌથી વધુ ઘટાડો ઝીલનારી અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરોમાં માર્કેટ ખુલ્યાના તુરંત બાદ 20 ટકાની લીડ જોવા મળી અને આ શેર 1887.20 રૂપિયા સ્તર પર પહોંચી ગયા, જો કે, અદાણી પાવરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે કારોબાર વધારવા સાથે લીલા નિશાન પર પહોંચી ગયા.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશિત થયા બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેર 66 ટકા સુધી ઘટી ગયા હતા. તેની સાથે જ ગ્રુપના માર્કેટ કેપમાં પણ 117 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને ગૌતમ અદાણી ટોપ અબજપતિઓની લિસ્ટમાં ચોથા નંબર પરથી સરકી સોમવારે 22માં નંબર પર પહોંચી ગયા હતા. આ સંકટ ભરેલા દૌરમાં મંગળવારે અદાણીના શેરોમાં જોરદાર તેજી રાહત આપનારી છે.

છેલ્લા 14 દિવસોથી સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલા અદાણી ગ્રુપે સોમવારે પોતાની ગિરવી રાખેલા શેરોને સમય પહેલા છોડાવવાની જાહેરાત કરી હતી. તેના માટે કંપની 9,185 કરોડ રૂપિયાની ચૂકવણી કરવા માટે તૈયાર છે. આ સમાચારની અસર મંગળવારે ગ્રુપની કંપનીઓના શેરોમાં નજરે પડી છે. એક રિપોર્ટ મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનની સર્કિટ લિમિટને સંશોધિત કરીને 5 ટકા કરી દીધા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.