પોર્ટ-એરપોર્ટ પછી આ સેક્ટરમાં ગૌતમ અદાણી એન્ટ્રી કરશે, આ કંપની ખરીદવાની યોજના

PC: fortuneindia.com

અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ કંપનીના રિપોર્ટ પછી મુશ્કેલીમાં મુકાનાર ગૌતમ અદાણી હવે નવા સેક્ટરમાં ઝંપલાવી રહ્યા છે.  24 જાન્યુઆરી 2023ના દિવસે હિંડનબર્ગે અદાણી ગ્રુપની વિરુદ્ધમાં જાહેર કરેલા રિપોર્ટને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ અને અદાણી ગ્રુપ કંપનીઓના શેરો ઉંધા માથે પછડાયા હતા. હવે 6 મહિના પછી ગૌતમ અદાણી ફરી જોરમાં આવી રહ્યા છે અને પોર્ટ- એરપોર્ટ પછી આ સેક્ટરમાં ધૂમ મચાવવા જઇ રહ્યા છે.

અદાણી ગ્રુપ વધુ એક મોટી ડીલ કરવા જઇ રહી છે. પહેલેથી જ પોર્ટ અને એરપોર્ટ પર પોતાનો દબદબો ધરાવનારા ગૌતમ અદાણી હવે રેલવે સેક્ટર તરફ પોતાનો રૂખ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગૌતમ અદાણી ઓનલાઇન ટ્રેન ટિકીટ બુકીંગ પ્લેટફોર્મ ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે રેલેવે  સેક્ટરમાં પણ ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારના સમયમાં દેશના સૌથી મોટા પોર્ટ અને એરપોર્ટ ઓપરેટ કરનાર અદાણી ગ્રુપ હવે ઓનલાઇન ટિકીટ બુકીંગ પ્લેટફોર્મમાં 100 ટકા હિસ્સેદારી ખરીદવાની તેયારી કરી રહ્યું છે.

અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ રેલ ટિકીટ બુકીંગ સેગમેન્ટમાં મોટું રોકાણ કરવા જઇ રહી છે. અદાણી ગ્રુપે રેલવે સેક્ટરમાં પોતાનો સિક્કો જમવાવાની મોટી શરૂઆત રેલવે ઓનલાઇન બુકીંગથી કરી છે.

ગૌતમ અદાણીની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટપ્રાઇઝીસ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ (SEPL)માં 100 ટકા હિસ્સેદારી ખરીદવા જઇ રહી છે. સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ ઓનલાઇન ટ્રેન બુકીંગ પ્લેટફોર્મનું સંચાલન કરે છે. જો કા આ ડીલ કેટલામાં થઇ છે તે વિશેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. આ ડીલ હેઠળ હવે ટ્રેનમેન અદાણી ગ્રુપની સબ્સિડિયરી કંપની અડાણી ડિજિટલ લેબનો હિસ્સો બનશે. અદાણી ડિજિટલ લેબ, એ ગૌતમ અદાણીનો ફ્યૂચર બિઝનેસ પ્લાન છે.

ઓનલાઇન ટ્રેન ટિકીટ બુકીગં માટે IRCTC સૌથી મોટું પ્લેટફોર્મ છે. હવે આ સેક્ટરમાં અદાણીના પગપેસારાને કારણે પડકારો વધશે. ટ્રેનમેન પ્લેટફોર્મ IRCTCનું સત્તાવાર ઓનલાઇન ટિકીટ બુકીંગ પ્લેટફોર્મ છે. જેની શરૂઆત IIT પાસ આઉટ વિનીત ચિરાનીયા અને કરન કુમારે કરી હતી. કંપનીની હેડ ઓફિસ ગુરુગ્રામમા છે.

અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ હુમલા પછી અદાણી માટે આ ડીલ ખાસ્સી મહત્ત્વપૂર્ણ છે. હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપને મોટો ફટકો પડ્યો હતો. આ રિપોર્ટ પછી અદાણી ગ્રુપે તેની અનેક યોજનાઓને અટકાવી દીધી હતી. એવામાં આ નવી ડીલ ગૌતમ અદાણી માટે બૂસ્ટર સાબિત થશે.>

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp