ટાટા ગ્રુપની મોટી તૈયારી... આ કંપનીમાં 51% હિસ્સો ખરીદી શકે છે

PC: ndtv.com

જ્યારે ચા-નાસ્તાની વાતચીતમાં નાસ્તાનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે આ સમય દરમિયાન સૌથી પહેલું નામ મનમાં આવે છે તે છે હલ્દીરામ. દેશમાં સૌથી પ્રિય ભુજિયા નમકીન સહિત મીઠાઈઓનું વેચાણ કરતી કંપની હવે વેચાવા માટે તૈયાર છે અને ટાટા ગ્રૂપની કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દ્વારા તેણે ખરીદી શકાય એમ છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ અંગે બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

ભુજિયા, નમકીન અને મીઠાઈ બનાવતી કંપની હલ્દીરામની શરૂઆત લગભગ 85 વર્ષ પહેલા વર્ષ 1937માં થઈ હતી, પરંતુ લાંબા સમયથી આ સેક્ટરમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખનાર આ કંપની હવે વેચાવા જઈ રહી છે. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, ટાટા કન્ઝ્યુમર હલ્દીરામમાં 51 ટકાનો મોટો હિસ્સો ખરીદી શકે છે અને તેને તેના પોર્ટફોલિયોમાં સામેલ કરી શકે છે. જો કે હજુ સુધી ટાટા ગ્રુપ કે હલ્દીરામ કંપનીએ આ ડીલ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

આ ડીલ માટે હલ્દીરામ દ્વારા 10 બિલિયન ડોલરનું વેલ્યુએશન રાખવામાં આવ્યું છે. જો કે આ અંગે હજુ બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ટાટા ગ્રૂપ સ્નેક્સ કંપનીમાં 51%થી વધુ હિસ્સો ખરીદવા માંગે છે, પરંતુ તેણે હલ્દીરામને કહ્યું છે કે, જે માંગ કરવામાં આવી રહી છે તે ઘણી વધારે છે.

જો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ સફળતાપૂર્વક હલ્દીરામ સાથેનો આ સોદો પૂર્ણ કરે છે, તો ટાટા જૂથની સ્પર્ધા અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ રેટેલ, ITC અને આ બજારમાં પહેલેથી હાજર અન્ય મોટી કંપનીઓ સાથે હશે. બુધવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, હલ્દીરામ 10 ટકા હિસ્સાના વેચાણ અંગે બેઈન કેપિટલ અને અન્ય ખાનગી ઈક્વિટી કંપનીઓ સાથે પણ વાતચીત કરી રહ્યા છે.

યુરોમોનિટર ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, ભારતમાં સ્નેક્સ માર્કેટ લગભગ 6.2 બિલિયન ડૉલરનું છે અને આ માર્કેટમાં હલ્દીરામનો હિસ્સો લગભગ 13 ટકા છે. આ ઉપરાંત પેપ્સીનું પણ આ માર્કેટમાં પ્રભુત્વ છે અને તેની લેઝ ચિપ્સ પણ લગભગ 12 ટકા હિસ્સો ધરાવે છે. હલ્દીરામના ઉત્પાદનોની ભારતમાં જ નહીં પરંતુ સિંગાપોર અને અમેરિકા જેવા વિદેશી બજારોમાં પણ ભારે માંગ છે. કંપનીની લગભગ 150 રેસ્ટોરન્ટ્સ છે જે સ્થાનિક ખાવાનું, મીઠાઈઓ અને પશ્ચિમી ખાવાનું વેચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp