માર્કેટનું આજે સૌથી મોટો ટેસ્ટ, 18000ની ઉપર નિફ્ટી ટકશે તો જ તેજી શક્ય

PC: adgully.com

આજ માટે કેવું છે માર્કેટનું સેટઅપ અને નિફ્ટી તથા નિફ્ટી બેન્કમાં કેવીરીતે કમાણી થશે તેના પર વાત કરતા CNBC આવાઝના મેનેજિંગ ડાયરેક્ટર અનુજ સિંઘલે કહ્યું છે કે, આજે બધા ડેટા પોઇન્ટ ઘણા પોઝિટિવ છે. એક ફરી વાર અમેરિકામાં મોંઘવારી દર ઘટીને આવ્યો છે. ભારતમાં પણ IIP વધી છે અને મોંઘવારી અનુમાન કરતા ઓછી રહી છે. ઇન્ફોસિસનું માર્જિન અનુમાન કરતા ઓછું રહ્યું પણ કંપનીએ ગાઇજન્સ વધાર્યું છે. ભારતીય બજારોમાં દરેક રેલીમાં વેચવાલી થઇ રહી છે. માર્કેટ સ્ટ્રક્ચરનું આજે સૌથી મોટી ટેસ્ટ છે. આજે ગેપ અપ નહીં ટક્યું તો બજાર ફરીથી નબળું પડી શકે છે.

અનુજ સિંઘલનું કહેવું છે કે, અમેરિકામાં મોંઘવારી હવે 2022નો પ્રોબ્લેમ બની ગયો છે. બજારની મોંઘવારી પર દૃષ્ટિકોણ ફેડથી એકદમ અલગ છે. અમેરિકન બોન્ડ માર્કેટ દરોનો પીક સમય કરતા પહેલા બનવાના સંકેત આપી રહ્યો છે. નાસ્ડેકે ફરી રેલીની આગેવાની કરી છે. જાન્યુઆરીના નીચલા સ્તરોથી નાસ્ડેક હજુ 10 ટકા નીચે છે. આ સપ્તાહમાં IT ઇન્ડેક્સ 2.7 ટકા ઉપર છે. નિફ્ટી બેન્ક ફ્લેટ છે. કોમોડિટીમાં મોટું રિસ્ક રેલી જારી છે. બ્રેન્ટ ક્રુડ વધીને 84 ડોલર પર બેરલ સુધી આવી ગયું છે. આ વર્ષે રોકાણકારોને સોનું ચાંદી રાખવા હશે. ચીન, તાઇવાન, હોંગ કોંગના બજારમાં મોટી તેજી જોવા મળી રહી છે.

નિફ્ટી પર આજે શું હોઇ શકે રણનીતિ તેના પર વાત કરતા અનુજ સિંઘલે કહ્યું કે, બજાર હવે રેન્જની નીચે જવાના સંકેત આપી રહ્યું છે. નિફ્ટીમાં હવે 200 દિવસની મૂવિંગ એવરેજ 17300 જવાના સંકેત આપ્યા છે. નિફ્ટીમાં હાલ 20 દિવસની મૂવિંગ એવરેજ 18093 પર રેઝિસ્ટન્સ નજરે પડી રહ્યો છે. શોર્ટ કરવા માટે 17900થી 17950નું ઝોન સૌથી સારું છે. ઇન્ટ્રાડે શોર્ટ સોદામાં 18000નો સ્ટોપલોસ રાખવો. પોઝીશનલ શોર્ટ સોદામાં 18100નો સ્ટોપલોસ રાખવો. 18000 પર નિફ્ટી ટકશે ત્યારે જ લોંગ ટ્રેડ લેવો.

બેન્ક નિફ્ટી પર આજે શું રણનીતિ રહેસે તેના પર વાત કરતા અનુજ સિંઘલે કહ્યું કે, બેન્ક નિફ્ટીએ ફરી ડિસેમ્બરનું નીચલું સ્તર બચાવ્યું છે. બેન્ક નિફ્ટી હવે બજારનો લીડર નથી રહ્યો. બેન્ક નિફ્ટીનું સ્ટ્રક્ચર હવે ઉછાળામાં વેચવાલી છે. 42350થી 42450 વેચવાલીનું ઝોન છે. શોર્ટ સોદા માટે 42500નો સ્ટોપલોસ રાખવો. 42500ની ઉપર ટકવા પર જ લોન્ગ કરવું. ICICI બેન્ક 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp