દુનિયાના ટોપ-10 ધનપતિઓની યાદીમાં મુકેશ અંબાણીની ફરી એન્ટ્રી, અદાણી આ નંબરે

PC: assettype.com

દુનિયાના ટોચના અરબપતિઓની યાદીમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતીય ઉદ્યોગપતિ અદાણી અને અંબાણીની સંપત્તિમાં. 24 જાન્યુઆરી 2023 પહેલાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયના અબજોપતિની યાદીમાં ત્રીજા નંબરે હતા, પરંતુ 24 જાન્યુઆરી 2023ના દિવસે અમેરિકાની શોર્ટ સેલિંગ અને રિસર્ચ કંપની હિંડનબર્ગના એક રિપોર્ટ પછી ગૌતમ અદાણીની સંપત્તિમાં ભારે ઉથલ પાથલ મચી ગઇ અને તેઓ માત્ર 15 જ દિવસમાં દુનિયાના ટોપ-10 ધનકુબેરોની યાદીમાંથી બહાર થઇ ગયા હતા અને સીધા 22મા નંબરે પહોંચી ગયા હતા. એ પછી અદાણીની સંપત્તિ ફરી વધી અને અત્યારે તેઓ ફરી ટોપ-20ની યાદીમાં આવી ગયા છે. મુકેશ અંબાણી અત્યાર સુધી ટોપ-10માંથી બહાર હતા, પરંતુ છેલ્લા 24 કલાકમાં એમની સંપત્તિમાં એવો ઉછાળો આવ્યો કે તેઓ ફરી ટોપ-10ની યાદીમાં આવી ગયા.

Forbe's Real Time Billionaires Indexના એક અહેવાલ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીની નેટવર્થમાં છેલ્લાં 24 કલાકમાં એક અરબ ડોલરથી વધારેનો ઉછાળો આવ્યો છે અને તેની સાથે જ તેઓ દુનિયાના ટોપ-10 ધનકુબેરોની યાદીમાં ફરી આવી ગયા છે.  અંબાણીની સંપત્તિમાં એક દિવસમાં 1.7 અરબ ડોલર ( અંદાજે 14,043 કરોડ રૂપિયા)ના વધારા સાથે તેમની કુલ સંપત્તિ 83.1 અરબ ડોલર પર પહોંચી ગઇ છે. મુકેશ અંબાણી ટોપ-10 ધનવાનોમાં 10 નંબરે પહોંચી ગયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી, જ્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો હતો, ત્યારે મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો હતો. આ પછી તેઓ 11મા સ્થાન પરથી 12માં સ્થાન પર આવી ગયા હતા.દરમિયાન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં જોવા મળેલી તેજીને કારણે તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે.ગુરુવારે ભારતીય શેરબજારમાં રિલાયન્સના શેરનો ભાવ 2353.60 પર બંધ રહ્યો હતો.

MU

ટોપ-10 અરબપતિઓની યાદીમાં હજુ પણ પહેલા નંબર પર ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાડ આર્નાલ્ટ જ છે. તેમની સંપત્તિ 210.5 બિલિયન ડોલર છે. બીજા નંબરે એલન મસ્ક છે જેમની નેટવર્થ 191.4 બિલિયન ડોલર છે. ત્રીજા નંબર પર એમેઝોનના જેફ બેજોસ છે અને તેમની સંપત્તિ123.2 બિલિયન ડોલર છે. 111.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે લેરી એલિસન ચોથા નંબર પર છે. પાંચમાં નંબરે વોરેન બફેટ છે જેમની કુલ સંપત્તિ 107.4 બિલિયન ડોલર છે.

બિલ ગેટ્સ 105.9 અરબ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા નંબર પર છે. 87.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે કાર્લોસ સ્લિમ સાતમા  નંબર પર છે. લેરી પેજ 86.1 બિલિયન ડોલરની સંપત્તિ સાથે આઠમા નંબરે, સ્ટીવ બાલ્મર 85.3 અરબ ડોલરની સંપત્તિ સાથે નવમા નંબરે અને મુકેશ અંબાણી 82.1 અરબ ડોલરની સંપત્તિ સાથે 10મા નંબર પર છે.

ગૌતમ અદાણી અને ફેસબુકના ઝુકરબર્ગ વચ્ચે ર્સ્પધા ચાલી રહી છે. ઝુકરબર્ગની નેટવર્થ 65.8 બિલિયન ડોલર છે અને તેઓ 16મા નંબર પર છે, જ્યારે ગૌતમ અદાણી 60.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે 17મા નંબર પર છે. મતલબ કે ગૌતમ અદાણી અને ઝુકરબર્ગની નેટવર્થ વચ્ચે મોટું અંતર નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp