બ્રોકરેજ ફર્મે વર્ષ 2023 માટે આ સેક્ટર્સમાં દાવ લગાવવાની સલાહ આપી

વર્ષ 2022માં ભારતીય ઇક્વિટી બજારે વિશ્વભરના અન્ય શેર બજારો કરતા સારું પ્રદર્શન કર્યું છે. આવું ઘણી હદ સુધી ભારતીય અર્થવ્યવસ્થાના વૈશ્વિક સ્તર પર અન્ય અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં સારી સ્થિતિમાં હોવાના કારણે છે. અન્ય વિકસિત શેર બજારોના વિપરીત ભારતમાં મંદી હજુ સુધી ચિંતાજનક સ્તર પર નથી પહોંચી. અહીં મોંઘવારી પણ હાલ નિયંત્રણમાં છે. અધિકાંશ બ્રોકિંગ ફર્મોને આશા છે કે, આ ટ્રેન્ડ 2023માં પણ ચાલુ રહેશે. પણ મજબૂત મેક્રોઝ આવશ્યક રૂપે શેર બજાર માટે મોટી ઉથલ પાથલમાં નહીં પરીણમી શકે. બ્રોકરેજ ફર્મ્સ નવા વર્ષે ઘરેલુ સેક્ટર્સ અને કંપનીઓથી સારું પ્રદર્શન કરવાની આશા કરી રહ્યા છે.

UBS બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, આગામી વર્ષે નિફ્ટી 18000ના લેવલની આસપાસ રહી શકે છે. મોંઘા વેલ્યુએશનના કારણે તેની અપસાઇડ પર લગામ લાગી શકે છે. બ્રોકરેજ ફર્મ બેન્કિંગ, કંઝ્યુમર સ્ટેપલ અને ઓટો સેક્ટર પર ઓવરવેટ બનેલા છે. તેના સિવાય ટેલીકોમ ઇન્ડસ્ટ્રિયલ, એનર્જી અને યુટિલિટીઝ શેરો પર ન્યુટ્રલ છે. જ્યારે, મેટલ, માઇનિંગ, IT સર્વિસિઝ અને કન્ઝ્યુમર કંપનીઓ પર અંડરવેટ છે. આ બ્રોકરેજ ફર્મે HDFC, હિંદુસ્તાન યુનિલિવર, ઇન્દ્રપ્રસ્થ ગેસ, મારૂતી સુઝુકી, SBI લાઇફ, ઝોમાટો પર ખરીદીની સલાહ આપી છે.

નોમુરાનું કહેવું છે કે, નિફ્ટી વર્ષ 19030 સુધી ચઢી શકે છે. તેમને લાગે છે કે, આવતા વર્ષે માર્કેટમાં ફ્લેટ રિટર્ન રહી શકે છે. બ્રોકરેજ ફાઇનાન્શિયલ, કંઝ્યુમર સ્ટેપલ, ઇફ્ર/કંસ્ટ્રક્શન અને ટેલિકોમ પર ઓવરવેટ બનેલું છે. તે હેલ્થકેર, આઇલ અનેડ ગેસ પર ન્યુટ્રલ છે. તેમણે મેટલ્સ, કંઝ્યુમર ડિસ્કેશનરી અને IT સર્વિસિઝ પર અંડરવેટ રેટિંગ રાખી છે. નોમુરાએ SBI, એક્સિસ બેન્ક, ICICI બેન્ક પર ઓવરવેટ, ઝાયડસ, મેડપ્લસ, IGL પર ન્યુટ્રલ રેટિંગ આપી છે. જ્યારે, ઇન્ફોસિસ, પરસિસ્ટસ સિસ્ટમ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર અંડરવેટની રેટિંગ આપી છે.

બ્રોકરેજ ફર્મે ફાઇનાન્શયલ(SBI, BOB), સીમેન્ટ અને મેન્યુફેક્ટરિંગમાં લાર્સન એન્ડ ટોબ્રોને પસંદ કર્યો છે. જ્યારે, ઇન્ડસ્ટ્રિયલ, IT અને મેટલ્સ પર અંડરવેટની રેટિંગ રાખી છે. બ્રોકરેજ ફર્મે આ સેક્ટર્સ પર ફોકસ કર્યો છે કે, જે સસ્તા છે. આ બેન્કો અને NBFC બન્ને શેરો પર ઓવરવેટ બનેલા છે. ભારતીય સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, ઇન્ડસિન્ડ બેન્ક અને ICICI બેન્ક તેમના ટોપ પિક્સ છે. USD/INRના નકારાત્મક પ્રભાવ છતાં બ્રોકરેજ ફર્મ સીમેન્ટ પર ઓવરવેટ છે. તેમણે ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, L&T, બેન્ક ઓફ બરોડા, TCS પર ઓવરવેટની રેટિંગ આપી છે.

તેમને લાગે છે કે, આવતા વર્ષે BFSE, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સીમેન્ટ, હાઉસિંગ, ડિફેન્સ અને રેલવે સેક્ટરના સ્ટોક્સ ફોક્સમાં રહેશે. તેમના પસંદગીના પિક્સ ઇન્ફોસિસ, અલ્ટ્રાટેક સીમેન્ટ, SBI, એપોલો હોસ્પિટલ્સ, ITC, PI ઇન્ડસ્ટ્રીઝ, L&T વગેરે છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.