
જો તમે શેર બજારમાં પૈસા લગાવવા માટે IPO ની રાહ જોઈ રહ્યા હો, તો આ સમાચાર તમારા માટે છે. આજે ચાર નવા IPO બજારમાં આવવાના છે. આ IPO SME સેગ્મેન્ટના હશે. તેમાંથી બે IPO MOS Utility અને Infinium Pharmachem ને NSE ઇમર્જ પ્લેટફોર્મથી લોન્ચ કરવામાં આવશે, જ્યારે Sancode Technologies અને Exhicon Events Media Solutions ને BSE SME પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવામાં આવશે.
MOS Utility
MOS Utility એક ડિજિટલ પ્રોડક્ટ્સ અને સેવા પ્રદાતા કંપની છે. કંપનીને SME IPO દ્વારા 50 કરોડ રૂપિયા મળવાની આશા છે. આ IPOમાં 65.74 લાખ શેર જાહેર કરવામાં આવશે, જેમાથી 57.74 લાખ શેર ફ્રેશ અને 8 લાખ શેર ઓએફએસ હશે. IPOની પ્રાઈઝ બેન્ડ 72-76 રૂપિયા પ્રતિ શેર હશે. તેની લોટ સાઇઝ 1600 શેરોનો નક્કી કરવામાં આવ્યો છે.
Infinium Pharmachem
Infinium Pharmachemનો IPO પણ આજે ખુલવાનો છે. આ કંપની આયોડિન ઇન્ટરમીડિએટ્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિએન્ટ્સ બનાવવા અને તેને સપ્લાઇ કરવાનું કામ કરે છે. આ કંપની એક કોન્ટેક્ટ રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ (CRAMS) કંપની છે. કંપની પોતાના ગ્રાહકો માટે API, આયોડિન ડેરિવેટિવ્સ અને ફાર્મા ઇન્ટરમીડિએટ્સના નિર્માણ અને આપૂર્તિમાં કામ કરે છે. કંપની પોતાના IPO ના માધ્યમથી બજારમાંથી 25 કરોડ રૂપિયા કરતા વધુ રકમ ભેગી કરવા માંગે છે. કંપનીએ પોતાના આ IPO માટે ઓફર પ્રાઇઝ 135 રૂપિયા પ્રતિ શેર નિર્ધારિત કરી છે. તેની લોટ સાઇઝ એક હજાર શેરોનો છે.
Exhicon Events Media Solutions
કંપની પ્રદર્શનિઓ, કોન્ફ્રેન્સ અને ઇવેન્ટ માટે સેવાઓ આપવાનું કામ કરે છે. IPOની લોટ સાઇઝ 2000 શેરોની નક્કી કરવામાં આવી છે. IPOમાં 33 લાખ ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે અને કંપનીને આ IPO દ્વારા 21 કરોડ રૂપિયા મળવાની આશા છે. નાણાકીય વર્ષ 2022-23 માં SME IPOમાં ઘણો વધારો જોવા મળ્યો છે અને આ દરમિયાન 2229 કરોડ રૂપિયાના 125 SME IPO આવ્યા હતા. 2021-22 માં 70 SME IPOએ 965 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
Sancode Technologies
Sancode Technologies સોફ્ટવેર એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કંપની છે. Sancode Technologies નો IPO પણ આજે સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. નિવેશક કંપનીના IPOમાં 6 એપ્રિલ સુધી નિવેશ કરી શકે છે. કંપની પોતાના આ IPO દ્વારા 5.15 કરોડ રૂપિયા ભેગા કરશે. તેની લોટ સાઇઝ 3000 શેરોની છે અને ઓફર પ્રાઇઝ 47 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp