નિષ્ણાતોનું કહેવું છે કે આ 10 સ્ટોક 1 મહિનામાં તગડી કમાણી કરાવી શકે છે

PC: business-standard.com

બુધવારે બોમ્બે સ્ટોક એક્સેચેન્જનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એકસ્ચેન્જન નિફ્ટી બંનેએ ઐતિહાસિક સપાટી વટાવી દીધી હતી. જાણકારોનું માનવું છે કે બજારમાં હજુ તેજીનો પવન યથાવત રહેશે.શેરબજારના જાણકારોનું કહેવું છે કે નિફ્ટી 50 ઇન્ડેક્સે દૈનિક ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે. ગઈ કાલે બીજા ટ્રેડિંગ સેશનમાં હાયર હાઇઝ અને હાયર લો બનતો જોવા મળ્યો હતો. બજાર માટે આ એક સકારાત્મક સંકેત છે. બજારના નિષ્ણાતો માને છે કે આગામી સત્રોમાં આ તેજી ચાલુ રહેશે અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 19100-19200ના સ્તર તરફ જતો જોવા મળશે.

જાણીતા બ્રોકરેજ હાઉસો એચડીએફસી સિક્યોરીટીઝ, જી ઇ કેપિટલ,આશિકા સ્ટોક બ્રોકીંગ,સ્વસ્તિક ઇન્વેસ્ટ માર્ટના નિષ્ણાતોએ 10 સ્ટોક્સ વિશે માહિતી આપી છે. તેમનું કહેવું છે  કે 10 સ્ટોકમાં રોકાણ તમને 3થી 4 સપ્તાહમાં ડબલ ડિજીટમાં કમાણી કરાવી શકે છે.

એચડીએફસી સિક્યોરિટીઝના નાગરાજ શેટ્ટી કહે છે કે ઉચ્ચ ટોપ અને બોટમ્સ જેવા હકારાત્મક ચાર્ટ પેટર્ન અકબંધ છે. બજારની વર્તમાન તેજી આ ક્રમના નવા હાયર ટોપ ફોર્મેશનને અનુરૂપ છે. પરંતુ ઉચ્ચ ટોચના રિવર્સલની પુષ્ટિ થવાની બાકી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નિફ્ટીનો ટૂંકા ગાળાનો ટ્રેન્ડ સકારાત્મક બન્યો છે.28મી જૂને 18900ના મહત્ત્વના ઓવરહેડ રેઝિસ્ટન્સને પાર કર્યા પછી નિફ્ટીમાં હળવા કરેક્શન કે કોન્સોલિડેશનની શક્યતા છે.

નાગરાજ શેટ્ટીએ આ શેરોમાં રોકાણ કરવાની સલાહ આપી છે

Central Depository Services (CDSL):આ શેરનો કરંટ ભાવ 1117 રૂપિયા છે.CDSLના આ શેરમાં 1215 રૂપિયાનો ટાર્ગેટ છે અને 1025 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો. 3થી 4 સપ્તાહમાં 8.7 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.આ સપ્તાહ સુધીમાં આ શેરનો ભાવ વીકલી 10 અને 20 દિવસ એક્સપોનં શિયનેં યલ મૂવિંગ એવરેજ (EME)ના મહત્ત્વના રેજિસ્ટન્સ લેવલની ઉપર પહોંચી ગયો છે અને  એટલે આગામી સપ્તાહમાં આ શેરમાં તેજીની ધારણા છે.

JSW Steel: આ શેરનો કરંટ ભાવ 783 રૂપિયા છે. 855 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.738 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો. એક મહિનામાં 9 ટકા રિટર્ન મળી શકે છે. ગયા સપ્તાહમાં મામૂલી કમજોરી બતાવ્યા પછી આ સપ્તાહમાં આ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. વીકલી ચાર્ટ પેટર્નથી સંકેત મળે છે શેરનો ભાવ લગભગ 780 રૂપિયાની અડચણથી ઉપર ચાલે છે. વીકલી ટાઇમ ફ્રેમ પર હાયર ટોપ અને બોટમ જેવા પોઝિટિવ સંકેતો બતાવે છે.

જી ઇ કેપિટલના વિજ્ઞાન સાવંતે ભલામણ કરેલો શેરો જોઇએ

 Kalyan Jewellers India-આ શેરનો કરંટ ભાવ 142 રૂપિયા છે.170 રૂપિયાનો ટાર્ગેટ રાખીને આ શેર ખરીદી શકાય. 130 રૂપિયોનો સ્ટોપલોસ રાખવો. 1 મહિનામાં 20 ટકા રિટર્ન મળી શકે છે. વીકલી ટાઇમ ફ્રેમ પર મોમેંટમ ઇન્ડીકેટર RSI લગાતાર વધતી જોવા મળે છે અને 60ના સ્તર બનેલો છે.

EPL:  આ શેરનો વર્તમાન ભાવ 221 રૂપિયા છે. 265 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. 205 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો. એક મહિનામાં 20 ટકા રિટર્ન મળી શકે છે. ઓગસ્ટ 2020માં પોતાની ઉંચી સપાટીએથી નીચે પડ્યા બાદ, EPLના શેરમાં 145-195 રૂપિયાની રેન્જમાં મજબૂત સપોર્ટ બનાવ્યો છે. જૂન 2023ની શરૂઆતમાં આ શેરમાં રેક્ટેંહલ પેટર્નથી બ્રેકઆઉટ જોવા મળ્યો છે, જે આ શેરમાં નવી તેજીની શરૂઆતના સંકેત આપે છે.

ICICI Lombard General Insurance: આ શેરનો વર્તમાન ભાવ 1332 રૂપિયા છે. 1545 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. 1290 રૂપિયા સ્ટોપલોસ રાખવો. એક મહિનામાં 16 ટકા રિટર્ન મળી શકે છે. આ શેર 10 મહિનાના હાઇની ઉપર બનેલો છે. તેણે હાયર ટોપ અને હાયર બોટમ પેટર્ન બનાવેલી છે. જે એક મજબૂત સકારાત્મક સંકેત છે. વીકલી ચાર્ટ પર શેર માટે 1050-1070નો બેઝ બની ગયો છે. ઉપરાંત આ શેરમાં એક કપ અને હેંડલ પેર્ટન બ્રેકઆઉટ આપ્યું છે, જે તેજીનો સંકેત આપે છે.

આશિકા સ્ટોક બ્રોકીંગના વિરાજ વ્યાસે આ શેરો ખરીદવાની ભલામણ કરી છે.

CMS Info Systems- આ શેરનો હાલનો ભાવ 368 રૂપિયા છે. 410 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. 344 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો. મહિનામાં 11 ટકા રિટર્ન મળી શકે છે. આ શેરમાં અટકી અટકીને ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો,નવેમ્બર 2022માં આ શેર ઉંચાઇ પર હતો. નવેમ્બર 2022માં સ્ટોક તેની ટોચ પર હતો. તે એક્યુમુલેશનના સમયગાળામાં ચાલ્યો  ગયો હતો જે રાઉન્ડિંગ બોટમ પેટર્નની રચનાની લાક્ષણિકતા છે. ભારે ટ્રેડિંગ વોલ્યુમ્સ અને ગેપ-અપ સાથે નેકલાઇનની ઉપરના તાજેતરના બ્રેકઆઉટે શેરમાં રોકાણકારોની રુચિ વધારવાનો સંકેત આપ્યો હતો. સ્ટૉકમાં વધુ તેજી જોવા મળી શકે છે.

Apollo Hospitals Enterprises- આ શેરનો અત્યારે 5126 રૂપિયા ભાવ છે. 5800 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકાય. એક મહિનામાં 13 ટકા રિટર્ન મળી શકે. કોરાના મહામારીના સમયે બજારની રિકવરી દરમિયાન આ શેર હેલ્થકેરમાં ટોપ પરફોર્મર તરીકે ઉભરીને બહાર આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન શેરનો ભાવ 1200 રૂપિયાથી 5600 સુધી પહોંચી ગયો હતો. જો કે, નવેમ્બર 2022માં બે વખત ભાવમાં કરેક્શન જોવા મળ્યું. તાજેતરમાં આ શેરમાં કપ અને હેંડલની પેટર્ન બનેલી છે જે મોટી ખરીદીના સંકેત આવે છે. સ્ટોકમાં ફરી તેજી આવી શકે છે.

સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના સંતોષ મીનાએ આ શેરો ખરીદવાની ભલામણ કરી છે.

Sun Pharmaceutical Industries- આ શેરનો અત્યારે 1021 રૂપિયા ભાવ ચાલે છે. 1070 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. 985 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો. એક મહિનામાં 5 ટકા રિટર્ન મળી શકે છે.

 Rainbow Childrens Medicare – આ શેરનો અત્યારનો ભાવ 977 રૂપિયા છે. 1100 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. 915 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો. એક મહિનામાં 12.5 ટકા  રિટર્ન મળી શકે છે.

Poly Medicure-આ શેરનો ભાવ અત્યારે 1149 રૂપિયા છે. 1250 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. 1090 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો. મહિનામાં 9 ટકા રિટર્ન મળી શકે છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp