26th January selfie contest

સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, બજાર કડડભૂસ થવાના આ 5 કારણો જાણો

PC: tradebrains.in

મુંબઇ શેરબજારમાં બુધવારે સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. ઓલ કાઉન્ટર પર વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યુ હતું. બીએસઇ- 30 ઇન્ડેક્સના મોટા ભાગના શેરો રેડ ઝોનમાં હતા. શેરબજારમાં શેરોનો ટ્રેન્ડ ઘટવા તરફી રહ્યો હોય તો રેડ કલર અને જો વધવા તરફી ટ્રેન્ડ હોય તો ગ્રીન કલરનો ઉપયોગ થાય છે.

વૈશ્વિક શેરબજારનો નબળા સંકેતોને પગલે ભારતીય શેરબજાર બુધવારે ઉંધા માથે પટકાયું હતું. બજાર બંધ થતા સુધીમાં BSE સેન્સેક્સમાં 800 પોઇન્ટનું ગાબડું પડી ગયું હતું. બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં રેડ ઝોનમાં હતા. સૌથી વધારે ધોવાણ ફાયનાન્શીઅલ સેક્ટરમાં જોવા મળ્યું હતું. નિફ્ટીના PSU અને બેંક શેરોમાં પણ ગાબડાં પડ્યા હતા.

વૈશ્વિક શેરબજારના નબળાં સંકેતો પાછળ બુધવારે સવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા હતા અને બજાર બંધ થયું ત્યાં સુધીમાં સેન્સેકસમાં 800 પોઇન્ટ તુટી ગયા હતા. BSE સેન્સેક્સ 60132 પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એકસ્ચેન્જનો નિફ્ટી પણ 250 પોઇન્ટ તુટીને 17863 પર બંધ રહ્યો હતો. શેરબજારમાં બુધવારે 2350 શેરો એવા હતા જે ઘટવા તરફી હતા, જ્યારે 752 શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. 111 શેરો આગલી સપાટી પર સ્થિર હતા.

દરેક સેક્ટોરિયલ ઇન્ડેકસમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે ઘટાડો ફાયનાન્શીઅલ શેરોમાં જોવા મળ્યો. નિફ્ટી PSU ઇન્ડેક્સ 3.7 ટકા અને નિફ્ટી બેંક ઇન્ડેકસ 2.3 ટકા ઘટ્યા હતા.

શેરબજારમાં બુધવારે જે કડાકો બોલી ગયો તેની પાછળ મુખ્યત્વે કેન્દ્રીય અંદાજપત્ર 2023-24માં અનિશ્ચિતતા, વિદેશી રોકાણકારોને એકધારી વેચવાલી,ગ્લોબલ ગ્રોથમાં જોવા મળેલી સુસ્તી જેવા કારણો જવાબદાર હતા.

કેન્દ્રીય અંદાજપત્ર, શોર્ટ ટર્મ માટે હંમેશા શેરબજાર પર અસર પાડે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં જે જાહેરાતો કરશે તેને કારણે કયા સેક્ટરને ફાયદો થશે અને કયા સેક્ટરને નુકશાન થશે તે સમજયા પછી શેરબજારના જાણકારો બજારમાં પોતાની યોજના બનાવશે.

અલ્કેમી કેપિટલના કે શેષાદ્રીએ કહ્યુ કે, હાલની જટીલ વ્યવસ્થાને જોતા કેપિટલ ગેઇન ટેક્સ (CGT)ને થોડી સરળ બનવવાની જરૂર છે. પરંતુ, જો ઇક્વિટી પર લાગતા કેપિટલ ગેઇન ટેક્સનો પ્રભાવી દર વધશે તો. તેની શેરબજાર પર ખાસ્સી નકારાત્મક અસર પડશે.

વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લીને આશા છે કે, સરકાર બજેટમાં પોતાના ફિસ્કલ ડેફિસીટને GDPના 5.9 ટકકા પર રાખવાનો લક્ષ્યાંક નક્કી કરી શકે છે, જે અત્યારે GDPના 6.4 ટકા છે.

મોર્ગન સ્ટેનલીના ઉપાસના ચાચરાએ કહ્યું કે, ફિસકલ ડેફિસીટને ઘટાડવાની ની જરૂર છે. 6.4નો દર પહેલેથી જ એટલો ઉંચો છે કે જો એમાં ફેરફાર આવશે તો બજાર તેને પસંદ નહીં કરશે. 6 કે તેનાથી ઉપર બજાર માટે નેગેટીવ અસર ઉભી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp