નિફ્ટીની આજની રેલી ફેલ થઇ તો બજાર નેગેટિવ થઇ શકેઃ અનુજ સિંઘલ

PC: twitter.com

બજારમાં આજે શું રણનીતિ હોઇ શકે તેના પર પર વાત કરતા CNBC આવાઝના અનુજ સિંઘલે નિફ્ટીએ ડિસેમ્બરના નીચલા સ્તરોને ટેસ્ટ કરીને બાઉન્સ બેક કર્યું છે. હવે નિફ્ટી રેન્જની ઉપરના સ્તરોને ટેસ્ટ કરી શકે છે. રેન્જનું ઉપરનું સ્તર 18250 પર છે. જો આજની રેલી ફેલ થઇ તો બજાર નેગેટિવ થઇ શકે છે.

નિફ્ટીમાં આજે શું કમાણીની રણનીતિ હોઇ શકે તેના પર વાત કરતા અનુજ સિંઘલે કહ્યું કે, 17774 પર હવે નાની અવધિમાં બોટમ બન્યું છે. 17774 હવે દરેક લાકો સોદાનું સ્ટોપ લોસ હોવું જોઇએ. શુક્રવારે ઉચ્ચતમ સ્તર પર 18048 હવે મોટું રેઝિસ્ટન્સ નજરે પડી રહ્યું છે. 18048ની ઉપર નિફ્ટી ટકી રહેશે તો નિફ્ટીમાં મોટી રિકવરી સંભવ છે. 18048ની પાસે શુક્રવારના લોન્ગ સોદામાં પ્રોફિટ બુકિંગ કરવું જોઇએ. ભારતીય બજારોએ અંડરપરફોર્મન્સ સંકેત જોવા મળ્યા. આજે નિફ્ટીની રેલીમાં વેચવાની રણનીતિ ટેસ્ટ કરવામાં આવશે.

બેન્ક નિફ્ટીમાં ઇન્ટ્રાડેમાં આજે શું કમાણીની રણનીતિ પર વાત કરતા અનુજ સિંઘલે કહ્યું કે, 424 (50 દિવસની મૂવિંગ એવરેજ) 28 પર નિફ્ટી બેન્ક માટે પહેલું રેઝિસ્ટન્સ છે. 42850થી 42900 પર નિફ્ટી બેન્કનું મોટું રેઝિસ્ટન્સ છે. 10 અને 20 દિવસની એક્સપોનેન્સિયલ મૂવિંગ એવરેજ બન્ને 42850થી 42900 પર હાજર છે. શુક્રવારે 41877નુ નીચલું સ્તર નિફ્ટી બેન્ક માટે મહત્વના સપોર્ટનું કામ કરશે.

બજારની આજની ચાલ પર નજર નાખીએ તો નિફ્ટીની ડબલ સેન્ચુરી લાગી ગઇ છે. બજારમાં જારદાર તેજી સાથે કારોબાર થઇ રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 29 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 50માંથી 49 સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી બેન્કના દરેક 12 શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી હતી. આજના દિવસના કારોબારમાં 10.20 કલાકની આસપાસ સેન્સેક્સ 747.12 પોઇન્ટ એટલે કે, 1.25 ટકાની તેજી સાથે 60647.49ના સ્તર પર જોવા મળી રહ્યું છે. નિફ્ટી 234.35 પોઇન્ટ એટલે કે, 1.31 ટકાની તેજી સાથે 18095ની આસપાસ જોવા મળી રહ્યું છે.

(નોંધઃ Khabarchhe.com પર આપવામાં આવતા વિચારો એક્સપર્ટ્સના ખાનગી વિચારો હોય છે. શેર બજારમાં રોકાણ માટે તમારા એક્સપર્ટની સલાહ લઇને કામ કરવું.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp