
દેશના સૌથી મોટા ફંડ મેનેજર્સમાંના એક 3P ઇનવેસ્ટમેન્ટ મેનેજર્સના ડાયરેક્ટર પ્રશાંત જૈને મીડિયા સાથ ખાસ વાતચીત કરી હતી. આ મોકા પર તેમણે કહ્યું કે, 2023 પડકારોથી ભરેલું રહી શકે છે. ડિપોઝિટ રેટ વધવાના કારણે પૈસા ઇક્વિટીથી ડેટ તરફ જતા દેખાશે. જ્યારે FIIs પણ વેચવાલી આવશે તો મુશ્કેલી વધશે. તેમણે કહ્યું કે, IT સેક્ટરનું વેલ્યુએશન હજુ મોંઘુ છે. પણ લાંબા ગાળા માટે આ સેક્ટરમાં રોકાણ સામાન્ય રિટર્ન આપી શકે છે. પ્રશાંત જેને એક લાખ કરોડથી પણ વધારેનું ફંડ મેનેજ કર્યું છે. તેમણે 1997માં IT બૂમને સૌથી પહેલા સમજ્યું હતું. 2000થી 2007ની વચ્ચે બેન્કિંગ અને કોમોટિડીની રેલીને પણ પકડી હતી. તે સિવાય તેમણે 2007થી 2017ની વચ્ચે FMCGની ચાલ પણ ભાંખી લીધી હતી. તો તેમની પાસે જાણો 2023 માટે બજાર કેવું રહી શકે.
પ્રશાંતે કહ્યું કે, અમારા ફંડનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. એ સમયે લોકોના પૈસા બન્યા છે. અમારા 3Psનો મતલબ Prudence, Patience અને Performance થાય છે. તેમણે કહ્યું કે, સારા ભાવ પર સારી કંપની ખરીદવી એ જ ફંડ મેનેજરનું લક્ષ્ય હોવું જોઇએ. રોકાણકારોએ બજારમાં ધૈર્ય રાખવું જોઇએ. મારું માનવું છે કે, સારા શેર અને ધૈર્યથી જ સારા પૈસા બને છે.
તેના પર પ્રશાંતે કહ્યું કે, સરકારી બેન્કોમાં હવે પહેલા જેવું આકર્ષણ નથી. પહેલા સરકારી બેન્ક અંડરવેલ્યુડ હતી પણ હવે એવું નથી. આગળ બેન્કોનું રિટર્ન તેમના કારોબારી પ્રદર્શન પર નિર્ભર કરશે. સારી અને મોટી બેન્કોમાં જ રોકાણ કરવું સારું રહેશે. નાની અને ઓછા કંઝ્યુમર બેઝવાળી બેન્કોમાં જોખમ નજરે પડી શકે છે. પ્રશાંત જૈને કહ્યું કે, ભારતની ગ્રોથ સ્ટોરી શાનદાર છે. ભારતના બજારો પર બેરિશ ન બની શકાય. ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ આઉટલુક ઘણો સારો છે. ઇકોનોમીમાં ગ્રોથ અનુસાર, રિટર્ન સંભવ છે. પણ ધ્યાન રાખો કે સમયની સાથે જ ઇક્વિટીમાં મોટા પૈસા બને છે. ભારતમાં 5થી 6 વર્ષમાં પૈસા ડબલ કરવાની ક્ષમતા છે. ફંડ મેનેજરે કહ્યું કે, દરેક સ્થિતિમાં ભારતીય બજારની વેલ્યુ ફેર છે. રિટર્ન GDP ગ્રોથથી ઘણું નજીક છે. અમુક પોકેટમાં જ ઓવર વેલ્યુએશન છે. કંઝ્યુમર સ્પેસ ઓવરવેલ્યુડ નજરે પડી રહ્યું છે. પણ મોટું અંડર વેલ્યુએશન ક્યાંય નથી દેખાઇ રહ્યું.
તેમણે કહ્યું કે, IT સેક્ટર ઘણું સારું સેક્ટર છે. વિશ્વમાં ભારતીય IT સેક્ટરનો મોટો હિસ્સો છે. આ એક મોટું સેક્ટર છે પણ હવે વધારે ગ્રોથની આશા નથી. IT હજુ પણ મોંઘુ નજરે પડી રહ્યું છે. લાંબા ગાળાના રોકાણમાં સામાન્ય રિટર્નની જ આશા છે. આ સેક્ટરમાં રી રેટિંગની જગ્યા નથી અને હલકા ડિ રેટિંગ શક્ય છે.
મંદીનું જોખમ કેટલું છે, તો આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, અમેરિકામાં મંદીની અસર ભારત પર ખાસ ન પડશે. ઓઇલ અને કેપિટલ જ ભારતને જોઇએ. મંદીના સમયમાં ઓઇલ અને કેપિટલ બન્ને સસ્તા હોય છે. મંદીની ભારતીય એક્સપોર્ટ પર ખાસ અસર ન થશે. ગ્લોબલ એક્સપોર્ટ્સમાં ભારતનો હિસ્સો લગભગ 2 ટકા છે. મંદીના સમયમાં બજારમાં થોડું કરેક્શન શક્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp