2023માં આવનારા IPOનું લિસ્ટ લાંબુ, 54 કંપનીઓ IPO દ્વારા આટલા રૂપિયા એકઠા કરશે

PC: economictimes.indiatimes.com

2022નું વર્ષ IPO માર્કેટ માટે સારું ન રહ્યું. બજારમાં અનિશ્ચિતતાઓ હાવી થવાથી 2022માં IPOથી કંપનીઓ 55 ટકા ઓછી રકમ એકઠી કરવામાં સફળ થઇ શકી. વર્ષ 2022માં 40 IPOથી 59412 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા. જ્યારે, 2021માં 63 IPO દ્વારા 1,18,723 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. એવામાં આ વર્ષે IPO માર્કેટમાં સારી આશાઓ છે. એ જ આશામાં આ વર્ષે 54 કંપનીઓ પોતાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે.

આ વર્ષે 54 કંપનીઓ 84000 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના બનાવી રહી છે. પ્રાઇમ ડેટાબેસ અનુસાર, લગભગ 57000 કરોડ રૂપિયા એકઠા કરનારી અન્ય 33 કંપનીઓ સેબી પાસે IPO લાવવાની મંજૂરીની રાહ જોઇ રહી છે. આ 87 કંપનીઓમાંથી 8 નવા જમાનાની ટેક કંપનીઓ છે, જે લગભગ 29000 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. પ્રાઇમ ડેટાબેસના પ્રબંધ નિર્દેશક પ્રણવ હલ્દિયાએ કહ્યું કે, 2022ના છેલ્લા 2 મહિનામાં જોવા મળેલી ગતિ ઓછામાં ઓછી સાઇઝ એટલે કે, ઓછી રકમના IPO માટે જારી રહેવાની સંભાવના છે. જોકે, મોટી સાઇઝના સૌદાને જોવા પહેલા થોડો સમય લાગી શકે છે, વિશેષ રૂપે FPIમાં રૂચિ ઓછી જોવા મળી રહી છે.

IPO લોન માટે 2022માં 128 કંપનીઓની તુલનામાં કેલેન્ડર વર્ષ 2022માં 85 કંપનીઓએ અનુમોદન માટે સેબી પાસે પોતાના પ્રસ્તાવ દસ્તાવેજ દાખલ કર્યા છે. બીજી બાજુ, 27 કંપનીઓ લગભગ 37000 કરોડ રૂપિયા એકઠા કરવાની કોશિશ કરી રહી છે, 2022માં તેમની મંજૂરી સમાપ્ત થઇ ગઇ હતી અને 7 કંપનીઓ પૈસા એકઠા કરવાની તલાશમાં છે. રિપોર્ટ અનુસાર, 4200 કરોડે પોતાના ઓફર ડોક્યુમેન્ટ પાછા ખેંચી લીધા છે.

કેટલીક એવી કંપનીઓ છે, જેના પર સેબીની નજર હજુ ખતમ નથી થઇ. તેનું નામ છે, એલાઇડ બ્લેન્ડર્સ, સ્નેપડીલ, યાત્રા ઓનલાઇન, પ્રોટિયન ઇગોવ ટેક, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, ડ્રૂમ ટેક્નોલોજી, બીબા ફેશન, નવી ટેક્નોલોજીઝ, વિક્રમ સોલર, સેન્કો ગોલ્ડ, યથાર્થ હોસ્પિટલ અને આધાર હાઉસિંગ શામેલ છે. જે કંપનીઓએ OFS માટે દસ્તાવેજ જમા કરાવ્યા છે અને બજાર નિયમાકની મંજૂરીની રાહ જોઇ રહ્યા છે, તેમાં હોનાસા કંઝ્યુમર્સ, ઇંડીજીન, મેનકાઇન્ડ ફાર્મા, ગો ડિજિટ જનરલ ઇનશ્યોરન્સ, બાલાજી સોલ્યુશન્સ, લાવા ઇન્ટરનેશનલ, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ, યાત્રા ઓનલાઇન, SBFC ફાઇનાન્સ અને બજાજ સ્પેશિયાલિટી કેમિકલ્સ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp