મહિન્દ્રા ગ્રુપના આ 5 શેરો એક વર્ષમાં 100 ટકા સુધી ઉછળી ગયા, રોકાણકારોને બખ્ખા

PC: indianexpress.com

ભારતના સૌથી મોટા બિઝનેસ ગ્રુપમાના એક મહિન્દ્રા ગ્રુપે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને શ્રેષ્ઠ વળતર આપ્યું છે. મલ્ટીનેશનલ બિઝનેસ હાઉસ મહિન્દ્રા ઓટોમોબાઈલ, ઓટો ઈક્વિપમેન્ટ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને રિયલ એસ્ટેટ જેવા વ્યવસાયો સાથે સંકળાયેલું છે. Ace ઇક્વિટીના ડેટા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં મહિન્દ્રા ગ્રુપના પાંચ શેરોમાં 100 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

મહિન્દ્રા ગ્રુપના 5 શેરો 16 ફેબ્રુઆરી 2022થી 16 ફેબ્રુઆરી 2023 વચ્ચે 100 ટકા વધ્યા છે. જો કે મહિન્દ્રા ગ્રુપની બાકીની 3 લિસ્ટેડ કંપનીનો પરફોર્મ્ન્સ ખાસ રહ્યું નથી. સૌથી સારું પ્રદર્શન Mahindra CIE Automotiveના શેરનું રહ્યું છે. આ શેરમાં છેલ્લાં એક વર્ષમાં 103 ટકા નો ઉછાળો જોવા મલ્યો છે. એક વર્ષ પહેલાં આ કંપનીના શેરનો ભાવ 197.20 રૂપિયા હતો જે 15 ફેબ્રુઆરી 2023ના દિવસે 399.80 સુધી પહોંચી ગયો છે.

Mahindra CIE Automotive એ કોર્મશિયલ અને પેસેન્જર વાહનો માટે એન્જિન અને ચેસિસ- ફોર્જ્ડ કોમ્પોનન્ટ નિર્માણના બિઝનેસ સાથે જોડાયેલી છે. કોટક ઇન્સ્ટીટ્યૂશનલ ઇક્વિટીઝે 270 રૂપિયાના ટાર્ગેટ સાથે આ સ્ટોક પર સેલ રેટીંગ આપ્યું છે. મતલબ કે આ શેર ઘટીને 270 પર પહોંચશે એવું આ બ્રોકરેજ હાઉસનું માનવું છે. તો બીજી તરફ મોતીલાલ ઓસવાલે આ શેર ખરીદવા માટે કીધું છે અને 435નો ટાર્ગેટ આપ્યો છે.

Mahindra & Mahindra Financial Servicesના શેરનો ભાવ એક વર્ષમાં 75 ટકા ઉછળીને 262 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કંપની ભારતના ગ્રામ્ય વિસ્તારો અને સેમી- અર્બન માર્કેટમાં ઓટો લોન ઉપલબ્ધ કરાવે છે.

મહિન્દ્રા ગ્રુપની મુખ્ય કંપનીMahindra & Mahindraનો શેર 66 ટકા વધીને 1367.85 પર પહોંચી ગયો છે. XUV700, થાર, XUVના લોંચ પછી કંપની ખાસ કરીને SUV સેગમેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.

મહિન્દ્રા હોલિડે એન્ડ રિસોર્ટના શેરમાં એક વર્ષમાં 39 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વેંચુવે સિક્યોરીટીએ મહિન્દ્રા હોલિડે માટે 576 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો. મજબુત ફંડામેન્ટલ અને નિયમિત કેશ ફલોને કારણે ગ્રોથ હોવાના મુખ્ય કારણો હોવાનું કંપનીએ કહ્યું હતું.

મહિન્દ્રા ગ્રુપની રિયલ એસ્સેટ, મહિન્દ્રા લાઇફ સ્પેસ ડેવલપર્સના શેરે એક વર્ષમાં 26 ટકાનો વધારો નોંધાવ્યો છે. ચોઇસ બ્રોકીંગ બ્રોકરેજ હાઉસે આ શેર માટે 573 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે એચડીએફસી સિક્યોરીટી આ શેરના ભાવને આગામી 3 મહિનામાં 438-459 સુધી પહોંચવાનું કહી રહી છે.

નોંધ માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp