દમદાર પરિણામો બાદ આ શેરમાં 41% તેજી આવવાની ICICI સિક્યોરિટીઝને આશા

PC: financialexpress.com

રિયલ એસ્ટેટના દમદાર પરિણામો બાદ ઘરેલૂં બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે સોમવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં Macrotech Developersના શેરોને બાય રેટિંગ આપ્યું અને તેના માટે 1262 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે. રિયલ એસ્ટેટ ફર્મ Macrotech Developersમાં તમારું નિવેશ છે તો આવનારા કેટલાક મહિનાઓમાં તમને દમદાર રિટર્ન મળી શકે છે. ઘરેલૂં બ્રોકરેજ ફર્મ ICICI Securities એ Macrotech Developersના શેરોને બાય રેટિંગ આપ્યું અને તેના માટે 1262 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી.

તે આ હાલના બજાર ભાવથી આશરે 41% વધુ છે. બ્રોકરેજ ફર્મે કહ્યું, Macrotech Developers એ 120.6 અબજ રૂપિયાની સાથે નાણાકીય વર્ષ 2023માં પોતાનું સૌથી સારું બુકિંગ નોંધાવ્યુ છે. આ તેના 115 રૂપિયાના અનુમાન કરતા વધુ છે. આ ઉપરાંત, કંપનીના ઇન્ડિયા બિઝનેસનું શુદ્ધ દેવુ પણ 22.3 અબજ રૂપિયા ઘટીને 70.7 અબજ રૂપિયા પર આવી ગયો.

ICICI સિક્યોરિટીઝે કહ્યું, બિઝનેસ ડેવલપમેન્ટ પ્રમાણે પણ કંપની માટે નાણાકીય વર્ષ 2023 સારું રહ્યું છે. કંપનીએ 12 નવા પ્રોજેક્ટ્સે 198 અબજ રૂપિયા GDV જોડ્યો, જ્યારે તેનું અનુમાન 150 અબજ રૂપિયા હતું. બ્રોકરેજ ફર્મે કહ્યું, નાણાકીય વર્ષ 2024ના કંપનીએ પોતાનું સેલ્સ બુકિંગના વાર્ષિક આધાર પર 20 ટકા વધીને 145.0 અબજ રૂપિયાનું અનુમાન વ્યક્ત કર્યું છે. કંપનીને મુંબઈ, પુણે અને બેંગલુરુમાં બે પ્રોજેક્ટ્સના લોન્ચિંગથી વેચાણ વધવાની આશા છે. નાણાકીય વર્ષ 2024 બાદ પણ કંપની નાણાકીય વર્ષ 2026 સુધી 20 ટકાના CAGR ગ્રોથની આશા કરી રહી છે. આ બધા પહેલુંઓને પગલે અમે સ્ટોક પર ખરીદીની ભલામણ જાળવી રાખી છે.

જણાવી દઈએ કે, Macrotech Developersના માર્ચ ત્રિમાસિકમાં શુદ્ધ નફો 39 ટકા વધીને 744.36 કરોડ રૂપિયા રહ્યો, જે તેના ગત નાણાકીય વર્ષના આ ત્રિમાસિકમાં 535.46 કરોડ રૂપિયા હતો. જોકે, કંપનીની કુલ આવક માર્ચ ત્રિમાસિકમાં ઘટીને 3271.71 કરોડ રૂપિયા પર આવી ગયો, જે તેના ગત નાણાકીય વર્ષના આ ત્રિમાસિકમાં 3481.92 કરોડ રૂપિયા હતો. દરમિયાન Macrotech Developers ના શેર મંગળવારે NSE પર 0.99% ઘટીને 898.70 રૂપિયાના ભાવ પર બંધ થયો. છેલ્લાં એક મહિનામાં કંપનીના શેરોમાં 12.99% ની તેજી આવી છે. જોકે, ગત એક વર્ષમાં તેના શેરોના ભાવ આશરે 11.20% ટકા ઘટ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp