મોર્ગન સ્ટેનલીએ અદાણીને આપ્યો ઝટકો, આ 4 કંપનીના ‘ફ્રી ફ્લોટ’માં ઘટાડો કર્યો

PC: economictimes.indiatimes.com

હિંડનબર્ગના રિપોર્ટ પછી મુશ્કેલીમાં ફસાયેલા ગૌતમ અદાણીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મોર્ગન સ્ટેન્લી કેપિટલ ઇન્ટરનેશનલ(MSCI)એ કહ્યું છે કે તેમણે અદાણી ગ્રુપની 4 સિક્યોરિટીઝના ફ્રી- ફ્લોટમાં ડેજિગ્નેશમાં ઘટાડો કર્યો છે. આ 4 કંપનીના નામ છે અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી એન્ટરપ્રાઇઝીસ અને એસીસી છે. અદાણી ગ્રુપની બાકીની કંપનીમાં જે ફ્રી ફ્લોટ છે તેમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.મોર્ગન સ્ટેનલી ઇન્ડેક્સમાં અદાણી ગ્રુપની 8 કંપનીઓ સામેલ છે.

ગૌતમ અદાણીની કંપનીઓ માટે મોર્ગન સ્ટેનલીએ જે નિર્ણય લીધો છે તે 1લી માર્ચથી અમલમાં આવશે. જે કંપનીઓના ફ્રી ફ્લોટ ડેજિગ્નેશનમાં ઘટાડો કરવામાં આવ્યો છે,તેનું MSCI  ઇન્ડેક્સમાં 30 જાન્યુઆરી સુધીમાં વેઇટેડ 0.4 ટકા હતું.

MSCI અનુસાર, 'ફ્રી ફ્લોટ'નો અર્થ એ છે કે, બજારમાં બધા હિસ્સેદારો પાસે ઉપલબ્ધ શેરના પ્રમાણમાં કેટલાં શેરો બજારમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.ફ્રી ફ્લોટ શેર એ કંપનીના સ્ટોકનો તે ભાગ છે જે પબ્લિક ઇક્વિટી માર્કેટમાં રોકાણકારો દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે. એટલે કે, ફ્રી ફ્લોટ હોદ્દો ઘટાડવાનો અર્થ એ છે કે વૈશ્વિક રોકાણકારો માટે જાહેર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ શેરની સંખ્યામાં હવે ઘટાડો થયો છે.

બુધવારે, MSCIએ કહ્યું હતું કે તે સમીક્ષા કરશે કે અદાણી જૂથના કેટલા શેર હાલમાં લોકો માટે બજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે. MSCIને જાણવા મળ્યું હતું કે કેટલાક એવા રોકાણકારો છે કે જેઓ એજન્સીના મતે ફ્રી ફ્લોટ શેર ખરીદનારા રોકાણકારો કહી શકાય નહીં.મોર્ગન સ્ટેનલીને કેટલાંક બજાર સહભાગીઓ તરફથી અહેવાલો મળ્યા હતા કે અદાણી ગ્રૂપની અમુક સિક્યોરિટીઝ ફ્રી ફ્લોટ માટેના માપદંડોને પૂર્ણ કરતી નથી, તેથી તે પાત્ર નથી. આવી સ્થિતિમાં, તમામ પ્રતિક્રિયાઓ અને તેની સમીક્ષા પછી, MSCI એ અદાણી જૂથની 4 કંપનીઓના ફ્રી ફ્લોટ ડેજિગ્નેશન ઘટાડી દીધા છે.

રિવ્યૂના સમાચારની અસર અદાણી ગ્રુપની લગભગ બધી કંપનીઓ પર જોવા મળી. અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરોમાં 15 ટકાનો ઘટાડો થયો હતો. ગુરુવારે અદાણી ગ્રુપ કંપનીના 10માંથી 9 શેર ઘટ્યા હતા. હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 100 અરબ ડોલરનું ધોવાણ થયું હતું.

જો કે બીજી તરફ પરિણામો જાહેર થયા પછી ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રુપની 2 કંપનીઓ માટે BUY રેટીંગ આપ્યું છે. આ કંપનીઓના નામ છે અંબુજા સીમેન્ટ અને અદાણી પોર્ટ. જેફરીઝનું માનવું છે કે આ બે શેરોના ભાવ 800 રૂપિયા સુધી જઇ શકે છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ રોકાણ કરો.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp