આગામી સમયમાં આ 5 કંપનીઓ કરાવી શકે છે જોરદાર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ

PC: wealthdesk.in

ભારતીય શેર બજારોએ આ સપ્તાહમાં એક નવો હાઇ ટચ કર્યો છે. સેન્સેક્સએ 6ઠ્ઠી જુલાઇના રોજ 65898.98 પોઇન્ટનું પોતાનો સર્વકાલીન હાઇ ટચ કર્યો છે. નિફ્ટીએ પણ 19523.60ના પોતાનો લાઇફટાઇમ હાઇ ટચ કર્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, શેર બજારની આ તેજી આગળ પણ ચાલુ રહી શકે છે. આ દરમિયાન એક બજાર નિષ્ણાંતે આવનારા સપ્તાહ માટે 5 પસંદગીના શેરોનું લિસ્ટ જારી કર્યું છે. તેમનું કહેવું છે કે, શેર ચાર્ટ પર ઘણાં મજબૂત નજરે પડી રહ્યા છે અને રોકાણકારોને આગામી સપ્તાહમાં આ શેરો સારી કમાણી કરાવી શકે છે.

સુઝલોન

આ શેરે ચાર્ટ પર એક મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે. ફંડામેન્ટલ્સના રૂપે ફંડ્સ વધારી રહ્યું છે અને ચાર્ટ પર હાયર ટોપ, હાયર બોટમની પેટર્ન ફોર્મ કરી છે. આ શેરમાં બાય રેટિંગ આપવામા આવી છે. આ શેરની ટાર્ગેટ પ્રાઇસ 23 રૂપિયા અને સ્ટોપલોસ 14.50 રૂપિયા છે.

વિપ્રો

આ એક સ્ટ્રોન્ગ ફંડામેન્ટલ ધરાવતો સ્ટોક છે. કંપનીએ ઓવરસોલ્ડ ઝોનમાંથી રિકવરી કરી છે. હાલ તે 3 સપ્તાહના હાઇ લેવલ પર કારોબાર કરી રહ્યો છે. આ શેરમાં પણ બાય રેટિંગ આપવામાં આવી છે અને ટાર્ગેટ પ્રાઇસ 435 તથા સ્ટોપલોસ 370 રૂપિયાનો આપવામાં આવ્યો છે.

બેન્ક ઓફ મહારાષ્ટ્ર

આ સ્ટોકના ચાર્ટ પર એક મજબૂત બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. સાથે જ આ ચાર્ટ પર તેજીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જૂન, 2023માં બેન્ક ઓફ મહારાષ્ટ્રનો કારોબાર 24.82 ટકા વધ્યો છે. આ શેરમાં બાય રેટિંગની સાથે સાથે ટાર્ગેટ પ્રાઇસ 38 અને સ્ટોપલોસ 28 રૂપિયાનો આપવામાં આવ્યો છે.

ટાટા મોટર્સ

આ સ્ટોક એક સારો તેજીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કંપનીએ હાલમાં જ જૂન ક્વાર્ટરમાં મજબૂત આંકડા રજૂ કર્યા છે. વધતા વોલ્યુમ સાથે સ્ટોકમાં વધુ તેજી જોવા મળી શકે છે. આ સ્ટોકમાં બાય રેટિંગની સાથે સાથે ટાર્ગેટ પ્રાઇસ 670 રૂપિયા અને સ્ટોપલોસ 575નો આપવામાં આવ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

આ સ્ટોકમાં પણ ચાર્ટ પર મજબૂત બ્રેકાઆઉટ જોવા મળ્યું છે. તેનું ચાર્ટ સ્ટ્રક્ચર બુલિશ છે. તેનું વોલ્યુમ પણ ઘણું સારું છે અને શેર હાલ ઘણા વર્ષોના ઉચ્ચ સ્તર પર કારોબાર કરી રહ્યો છે અને સ્ટોક ઉપર તરફ જઇ રહ્યો છે. આ સ્ટોકમાં બાય રેટિંગની સાથે સાથે 2760 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ અને 2544નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp