નિફ્ટીએ આ વીકમાં પણ ડોજી કેન્ડલ બનાવી, આવતા વીકમાં શું થશે

PC: kiplinger.com

20મી જાન્યુઆરીના રોજ સતત બીજા સત્ર માટે નિફ્ટીએ મોમેન્ટમ ગુમાવ્યું હતું. ઇન્ડેક્સે અમુક પોઝિટિવ ગ્લોબલ સંકેત છતાં ડાઉનટ્રેન્ડ બતાવ્યો. FMCG, મેટલ, ફાર્મા ઓટો અને અમુક પસંદગીના ટેક્નોલોજી શેરોમાં વેચવાલીથી ઇન્ડેક્સ નીચે પડ્યું. બપોરની સામાન્ય તેજી ગુમાવીને નિફ્ટી 18016 સુધી નીચે આવી ગયું હતું. ઇન્ડેક્સ 80 પોઇન્ટ એટલે કે, 0.44 ટકા તુટીને 18028 પર બંધ આવ્યું હતું. ગયા સપ્તાહ માટે ઇન્ડેક્સ 0.4 ટકા નીચે આવ્યું. ઇન્ડેક્સે બીજા સીધા સત્ર માટે લોઅર હાઇ, લોઅર લો ફોર્મેશન સાથે ડેલી ચાર્ટ પર એક બેરિશ કેન્ડલ બનાવી. તે બજારમાં રોકાણકારો અને ટ્રેડર્સ વચ્ચે ડરનો સંકેત આપે છે. તે 50 દિવસની એક્સોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે બંધ આવ્યું. તેણે 13મી જાન્યુઆરી અને 17 જાન્યુઆરી 2023ની નાની સપોર્ટ ટ્રેન્ડ લાઇનને પણ બ્રેક કરી છે.

વીકલી સ્કેન્ડલ પર ઇન્ડેક્સે એક બીજા સપ્તાહ માટે એક લોન્ગ લેગ્ડ ડોજી પેટર્ન બનાવી છે. જેમાં હાયર હાઇ અને હાયર લો ફોર્મેશન બન્યું છે. આ ફોર્મેશન ભવિષ્યિના બજારના સેન્ટિમેન્ટ વિશે ખરીદદારો અને વિક્રેતાઓ વચ્ચે અનિશ્ચિતતાનો સંકેત આપે છે. ટ્રેડર્સ 1લી ફૂબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટ, 2023ની રાહ જોઇ રહ્યું છે. નિફ્ટીમાં 17800 પર મહત્વનો સપોર્ટ અને 18200 પર રેઝિસ્ટનસ જોવા મળશે.

એક સીનિયર ટેક્નીકલ એનાલિસ્ટે કહ્યું કે, નિફ્ટી વીકલી ચાર્ટ પર બેક ટુ બેક ડોજી બનાવી રહ્યું છે. તેથી સેન્ટિમેન્ટ હજુ અનિશ્ચિત બનેલો છે. તેમણે કહ્યું કે, નીચલા સ્તરો પર નિફ્ટીમાં 17750 પર સપોર્ટ બનેલો છે. ઉપરની તરફ 18300 પર રેઝિસ્ટન્સ જોવા મળશે. તેમણે કહ્યું કે, બન્ને દિશામાં બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવવા પર ડાયરેક્શનલ ટ્રેન્ડની પુષ્ટી થશે.

બેન્ક નિફ્ટી શુક્રવારે 42516ની પર ખુલ્યું અને નિફ્ટી કરતા સારું પ્રદર્શન કર્યું. પણ હાયર ઝોનમાં દબાણના કારણે આખા સત્રમાં કંસોલિડેશન રહ્યું. તે 350 પોઇન્ટના દાયરામાં ચાલતું હતું. બજાર બંધ થવાના સમયે 178 પોઇન્ટ તુટીને 42507 પર બંધ આવ્યું. બેન્કિંગ ઇન્ડેક્સે ડેલી સ્કેલ પર ડોજી કેન્ડલ બનાવી. તેણે વીકલી સ્કેલ પર હેમર પેટર્ન બનાવી. આ ફોર્મેશન લોઅર ઝોનમાં અમુક સપોર્ટ બેઝ્ડ ખરીદદારીનો સંકેત આપે છે.

એક અન્ય બજાર નિષ્ણાંત અનુસાર, બેન્ક નિફ્ટી 42750 અને 43000ના સ્તર તરફ આગળ વધવા માટે 42350ના સ્તરની ઉપર ટકવું પડશે. જ્યારે તેમાં સપોર્ટ 42222ના સ્તર પર છે. તેના તૂટ્યા બાદ 42000 પર સપોર્ટ નજરે પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp