150 કરતા વધુ સ્મોલકેપ શેર 53% સુધી વધ્યા, જાણો આવતા અઠવાડિયે કેવી રહી શકે છે ચાલ

PC: economictimes.indiatimes.com

નાણાકીય વર્ષ 2023-24ના પહેલા અઠવાડિયામાં બજાર 1 ટકા કરતા વધુના વધારા સાથે બંધ થયુ હતું. FIIની ખરીદી, RBI તરફથી દરોમાં કોઈ બદલાવ ના થવો, મજબૂત ટેક્સ કલેક્શન અને સારા PMI આંકડાઓએ બજારમાં જોશ ભરી દીધો. 6 એપ્રિલે પૂર્ણ થયેલા અઠવાડિયામાં Sensex 841.45 અંક એટલે કે 1.42 ટકાના વધારા સાથે 59832.97ના સ્તર પર બંધ થયો. જ્યારે, નિફ્ટી 239.4 અંક એટલે કે 1.37 ટકાના વધારા સાથે 17599.15ના સ્તર પર બંધ થયો. ગત અઠવાડિયે BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં 3 ટકા, મિડકેપમાં 1 ટકા અને લાર્જકેપમાં 1.3 ટકાનો વધારો રહ્યો.

કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણે કહ્યું કે, ગત અઠવાડિયે FIIની ખરીદી અને પોઝિટિવ ગ્લોબલ સંકેતોના દમ પર નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં તેજી જોવા મળી. ભલે મોંઘવારીમાં વૈશ્વિક અને ઘરેલૂં બંને સ્તરો પર ઘટાડો ચાલુ હોય પરંતુ, ભારતીય ઇક્વિટી બજાર વિકાસની સંભાવનાઓને લઇને ચિંતિત રહ્યા. હવે બજારની નજર મેક્રો ટ્રેન્ડ, ગ્લોબલ માર્કેટથી આવી રહેલા સમાચારો અને વિવિધ સરકારો દ્વારા પોતાની અર્થવ્યવસ્થામાં સુધારા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાંઓ પર હશે.

6 એપ્રિલે પૂર્ણ થયેલા અઠવાડિયામાં વિદેશી સંસ્થાગત નિવેશક સતત બીજા અઠવાડિયે નેટ બાયર રહ્યા. આ અઠવાડિયે વિદેશી સંસ્થાગત નિવેશકોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં 1604.56 કરોડ રૂપિયાની ખરીદી કરી. જોકે, આ અવધિમાં ઘરેલૂં સંસ્થાગત નિવેશક નફો વસૂલી કરતા દેખાયા. ઘરેલૂં સંસ્થાગત નિવેશકોએ ગત અઠવાડિયે ભારતીય ઇક્વિટી માર્કેટમાં 2272.3 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું.

ગત અઠવાડિયે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં આશરે 3 ટકાનો વધારો જોવા મળ્યો. ધાની સર્વિસીસ, નંદન ડેનિમ, બ્લેક રોઝ ઇન્ડસ્ટ્રીઝ, રામા ફોસ્ફેટ્સ અને અતુલ ઓટોમાં 30-53 ટકાની તેજી જોવા મળી. જ્યારે, કેપીઆઈટી ટેક્નોલોજી, કેપરી ગ્લોબલ કેપિટલ અને ગ્લોબલ હેલ્થમાં ઘટાડો જોવા મળ્યો.

કોટક સિક્યોરિટીઝના અમોલ આઠવલેનું કહેવુ છે કે, ટેક્નિકલરીતે જોઈએ તો નિફ્ટીએ લાંબા સમય બાદ 200-ડે સિમ્પલ મુવિંગ એવરેજને ફરીથી મેળવી લીધુ છે અને ડેલી અને વીકલી ચાર્ટ પર એક બુલિશ કેન્ડલ બનાવી છે. હવે નિફ્ટી માટે 17500 અને 17375 પર સપોર્ટ દેખાઈ રહ્યો છે. જ્યારે, તેના માટે 17700-17800 પર રજિસ્ટેન્સ દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટીએ પણ વીકલી ચાર્ટ પર બુલિશ કેન્ડલ બનાવી અને સફળતાપૂર્વક 50-ડે એસએમએથી ઉપર કારોબાર કર્યો. ઇન્ડેક્સ માટે 40700 અથવા 50-ડે એસએમએ પર સારો સપોર્ટ છે. જો બેંક નિફ્ટી આ સપોર્ટની ઉપર ટકી રહેવામાં સફળ રહે છે તો પછી તે ઇન્ડેક્સ 41500-41700 સુધી જઈ શકે છે.

રેલીગેર બ્રોકિંગના અજીત મિશ્રાનું કહેવુ છે કે, ગ્લોબલ બજારમાં આવેલી સ્થિરતાને પગલે બજાર પર થોડું પ્રેશર ઓછું થયુ છે. હવે બજારની નજર ચોથા ત્રિમાસિક પરિણામો પર હશે. 17600-17700ના ઝોનમાં મોટી સમસ્યાઓને જોતા લાગી રહ્યું છે કે, નિફ્ટીમાં કંસોલીડેશન હોઈ શકે છે. જોકે, તમામ સેક્ટરોમાં થનારું રોટેશન બાઇંગથી બજારમાં પોઝિટિવ ટ્રેન્ડ કાયમ રહી શકે છે. એવામાં બજારમાં કારોબાર કરનારાઓએ સ્ટોક-વિશેષ દ્રષ્ટિકોણ અપનાવવા ઓવર નાઇટ જોખમ પ્રબંધન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ હશે.

એલકેપી સિક્યોરિટીઝના રૂપક ડેનું કહેવુ છે કે, મોમેન્ટમ ઇન્ડીકેટર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI)માં પોઝિટિવ ક્રોસઓવરથી બજારના સેન્ટીમેન્ટને બૂસ્ટ મળશે. જ્યાં સુધી નિફ્ટી 17500ની ઉપર બન્યું રહેશે ત્યાં સુધી બજારમાં ઘટાડા પર ખરીદીનો ટ્રેન્ડ રહેશે. ઉપરની તરફ નિફ્ટી માટે 17700ના સ્તર પર તાત્કાલિક રેસિસ્ટેન્સ છે. જો નિફ્ટી આ અડચણોને તોડી દે તો આ વધારો આગળ જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp