ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો 2 વર્ષમાં બમણો થયો, 2022માં 8400 કરોડ વધ્યા

PC: bollywoodshaadis.com

દિગ્ગજ દિવંગત રાકેશ ઝુનઝુનવાલાને ભારતીય શેર બજારના બિગબુલ કહેવાતા હતા. ઓગસ્ટ, 2022માં તેમનું હાર્ટ એટેકથી મોત થયું હતું. દલાલ સ્ટ્રીટના અનુભવી લોકોથી લઇને રિટેલ રોકાણકારો સુધી તેમના પોર્ટફોલિયો પર નજર રાખતા હતા. ગયા 2 વર્ષોમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ બેગણાથી પણ વધારે થઇને 32 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગઇ છે. જ્યારે, ફક્ત આ વર્ષે તેમના પોર્ટફોલિયોમાં 32 ટકાનો વધારો થયો છે, જ્યારે, આ દરમિયાન ઉથલ પાથલ ભરેલા બજારમાં વધારે પડતા ઇન્ડેક્સોનું રિટર્ન લગભગ નેગેટિવમાં જ રહ્યું છે. સેન્સેક્સ આ વર્ષે અત્યાર સુધી 2.71 ટકા ચઢ્યો છે.

ટ્રેન્ડલાઇન પર હાજર આંકડા અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ હાલ 32,878 કરોડ રૂપિયા છે. જોકે, આજથી 2 વર્ષ પહેલા ડિસેમ્બર, 2022માં આ વેલ્યુ 16091 કરોડ રૂપિયા હતી. એ રીતે ગયા 2 વર્ષોમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 100 ટકાથી પણ વધારેનો ઉછાળો આવ્યો છે. જ્યારે એ રીતે એક વર્ષ પહેલા ડિસેમ્બર, 2021ના અંતમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ 24449 કરોડ રૂપિયા હતી, જે હવે વધીને 32878 કરોડ રૂપિયા પર આવી ગઇ છે. આ રીતે વર્ષ 2022માં અત્યાર સુધી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 8429 કરોડ રૂપિયા એટલે કે, લગભગ 32.3 ટકાનો વધારો થયો છે.

ટ્રેન્ડલાઇન પર હાજર આંકડા અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં હાલ લગભગ 30 શેર શામેલ છે. તેમાંથી તેમનું સૌથી મોટું હોલ્ડિંગ ટાટા ગ્રુપની કંપની ટાઇટનમાં 12535.2 કરોડ રૂપિયાની છે. બીજા નંબર પર સ્ટાર હેલ્થ એન્ડ અલાયડ ઇન્શ્યોરન્સ છે, જેમાં તેમના હોલ્ડિંગની વેલ્યુ લગભગ 5775.7 કરોડ રૂપિયા છે. જ્યારે, 3359.0 કરોડ રૂપિયાના હોલ્ડિંગની વેલ્યુ સાથે મેટ્રો બ્રાન્ડ્સ આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.

રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ તેમના પોર્ટફોલિયોને હવે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા સંભાળે છે. રાકેશ ઝુનઝુનવાલા પહેલા પર પોતાના પત્નીના નામથી કેટલીક કંપનીઓમાં રોકાણ કરતા રહેતા હતા અને તેમના પોર્ટફોલિયોમાં રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ પણ શામેલ છે. વ્યક્તિગત રૂપે રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ લગભગ 10000 કરોડ રૂપિયા છે. રાકેશ ઝુનઝુનવાલા એન્ડ એસોસિએટ્સના પોર્ટફોલિયોની વેલ્યુ ઘણા વર્ષોથી બદલાતી રહી છે અને તેમાં પણ ઘણી ઉથલ પાથલ થતી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp