રિલાયન્સના શેરધારકોને મુકેશ અંબાણીની ભેટ, આ શેર મળશે

PC: indiatvnews.com

રિલાયન્સના સ્થાપક સ્વ. ધીરુભાઇ અંબાણી જે રીતે રિલાયન્સના શેરધારકોને બખ્ખા કરાવતા હતા એ જ રીત હવે તેમના પુત્ર મુકેશ અંબાણી પણ ચાલી રહ્યા છે. માર્કેટ કેપની દ્રષ્ટ્રિએ પહેલા નંબરનું સ્થાન ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કંપનીના શેરધારકોને મજા પડી જાય તેવી જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝમાંથી ફાયનાન્સિયલ કંપનીને અલગ કરીને તેને Jio Financial Services નામ આપશે અને આ શેરને શેરબજારમાં લિસ્ટેડ કરાવશે.રિલાયન્સના શેરધારકોને શેર પણ આપશે. સ્વ. ધીરુભાઇ આવું ઘણી વખત કરતા નવી કંપની બનાવતા અને તેમાં રિલાયન્સના શેરધારકોને મફતમાં શેર આપતા, જેને કારણે રિલાયન્સના શેરધારકોને મબલખ કમાણી થતી હતી.

દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો અને ક્રેડિટર્સે ફાઇનાન્સિયલ બિઝનેસ વાળી કંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્ચના ડિમર્જરને મંજૂરી આપી દીધી છે. આ નાણાકીય કંપનીનું નામ જિયો ફાઇનાન્સિયલ સર્વિસીઝ રાખવામાં આવશે. ડિમર્જરની તરફેણમાં 100 ટકા વોટ પડ્યા હતા અને એની સાથે જ હવે Jio Financial Servicesનો શેરબજારમાં લિસ્ટીંગ કરવાનો માર્ગ પણ મોકળો થયો છે.

આ ડિમર્જરને કારણે સૌથી મોટો લાભ રિલાયન્સના શેરધારકોને થવાનો છે. રિલાયન્સના શેરધારકોને  રિલાયન્સના 1 શેરની સામે Jio Financial Servicesનો 1 શેર મળશે. દિગ્ગજ બેંકર કે વી કામથ ડિમર્જર પછી નવી એનટીટીના નોન એક્ઝિક્યુટીવ ચેરમેન હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓકટોબર 2022માં પરિણામોની જાહેરાતની સાથે ફાયનાન્સિયલ સવિર્સીઝ સાથે જોડાયેલી કંપનીના ડિમર્જરની જાહેરાત કરી હતી. નવી કંપનીને BSE-NSE પર લિસ્ટ કરાવવામાં આવશે.

એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દિવાળી પહેલા ઓકટોબર મહિનામાં Jio Financial Servicesને શેરબજારમાં લિસ્ટીંગ કરાવી શકે છે. જો કે આ પ્રક્રિયાને પુરી કરતા પહેલા રેગ્યૂલેટ પાસેથી મંજૂરીના આવશ્યકતા રહેશે. બ્રોકરેજ હાઉસ આ ડિમર્જરને કારણે ખાસ્સા ઉત્સાહિત છે.

જેફરીઝના જણાવ્યા અનુસાર, Jio ફાઇનાન્સિયલ સર્વિસિસની નેટવર્થ રૂ. 28,000 કરોડ છે, તેમજ કંપની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 6.1 ટકા હિસ્સો છે, જેનું મૂલ્ય રૂ. 96,000 કરોડથી વધુ છે. જેપી મોર્ગને તેની એક નોંધમાં કહ્યું હતું કે ડિજિટલ અને રિટેલ સેક્ટરમાં રિલાયન્સની મજબૂતાઈથી Jio ફાઈનાન્સિયલને ઘણો મોટો ફાયદો થશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફાયનાન્સિયલ સર્વિસીઝ કંપનીને અલગ કરવાની મંજૂરીની જાહેરાત પછી ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી જોવા મળી હતી. શેરનો ભાવ 28 રૂપિયા વધીને 2447 પર બંધ રહ્યો હતો. રિલાયન્સના શેરનો 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ 2817.35 રૂપિયા છે અને 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ 2180 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp