શેરબજારના વધુ એક ‘હર્ષદ મહેતા’ને સજા,બજારમાં કામકાજ પર પ્રતિબંધ, રકમ વસુલાશે

PC: fortuneindia.com

શેરબજારમાં વધુ એક ‘હર્ષદ મહેતા’ને સજા મળી છે. રોકાણકારોને દગો આપનારા એક સ્ટોક ટ્રેડરને સેબીએ બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને તેની પાસેથી 6 કરોડ રૂપિયાની રકમ  પણ વસુલવામાં આવશે.

દેશમાં બેંકિંગ, વીમા અને શેરબજાર સહિત દરેક મહત્વપૂર્ણ ક્ષેત્રની દેખરેખ રાખવા માટે, એક નિયમનકાર એટલે કે રેગ્યુલેટર છે, જે કંપની અને કામ કરતા લોકો માટે નિયમો બનાવે છે. જો કોઈ આ નિયમોનો ભંગ કરે છે તો તેને ભારે કિંમત ચૂકવવી પડે છે, પછી તે કંપની હોય કે કર્મચારી. શેરબજારના નિયમન માટે Securities and Exchange Board of India (SEBI) કામ કરે છે.

સોશિયલ મીડિયા પર લોકપ્રિય સ્ટોક માર્કેટ ટ્રેડર પીઆર સુંદર સામે પણ આવી સખતાઇ જોવા મળી છે. પીઆર સુંદર, તેમના મોન્સુન કન્સલ્ટિંગ અને સહ-પ્રમોટર્સ મંગાયરકરસી સુંદરે સમાધાન સાથે શેરબજારના નિયમનકાર સેબી સમક્ષ ઝૂકી ગયા છે. ત્રણેય સામે એવી ફરિયાદ હતી કે તેઓ સેબીમાં નોંધણી કરાવ્યા વિના લોકોને રોકાણની સલાહ આપતા હતા.

સેબીની સખતાઇ બાદ પી. આર. સુંદર અને તેમની કંપનીએ સમાધાન કરી લીધું છે અને આની સાથે જોડાયેલા ઓર્ડર પાસ થવાની તારીખથી 1 વર્ષ માટે શેરોના વેચાણ-ખરીદી કે કોઇ પણ પ્રકારની ડીલથી દુર રહેવા માટે સંમતિ આપી છે. સાથે તેમણે 6 કરોડ રૂપિયા પરત આપવા માટે પણ સંમતિ આપી છે જેમાં એડવાઇઝરી સર્વિસમાંથી કમાયેલું વ્યાજ અને નફો સામેલ છે.

આ સેટલમેન્ટ ઓર્ડર 25ના દિવસે પાસ કરવામાં આવ્યો હતો. જેમાં સેટલેમેન્ટ તરીકે દરેકને 15, 60,000 રૂપિયા આપવાના છે. આ રીતે ત્રણની રકમ મળીને કુલ 46,80,000ની રકમ થાય છે. પરંતુ 1 જૂન 2020ની તારીખથી 12 ટકા વ્યાજના હિસાબે આ રકમ 6,07,69,863 રૂપિયા આપવાના છે. મતલબ કે 6 કરોડ 7 લાખ રૂપિયાની રકમ ચૂકવવાની છે.

સેબીના આદેશ મુજબ, માર્કેટ રેગ્યુલેટરને ફરિયાદ મળી હતી કે પીઆર સુંદર સેબી પાસેથી જરૂરી નોંધણી મેળવ્યા વિના સલાહકાર સેવાઓ પૂરી પાડી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે પીઆર સુંદર www.prsundar.blogspot.com ચલાવતો હતો, જેના દ્વારા તે સલાહકાર સેવાઓ પ્રદાન કરવા માટે નકલી પેકેજ ઓફર કરતો હતો.

કોઇ ફાયનાન્શિયલ ઇન્ફલૂઅંસરની સામે આવા પ્રકારની સેબીની પહેલી કાર્યવાહીછે. પી આર સુંદર તેમનો 30 કરોડ રૂપિયાના પેન્ટહાઉસ લક્ઝરી લાઇફ જીવે છે.ચેન્નઇમાં ગ્રેજ્યુએશન કર્યા પછી પી આર સુંદર ગુજરાતમાં ગણિત ટીચર તરીકે નોકરી કરી હતી અને ગુજરાતી મિત્રો પાસેથી સ્ટોક માર્કટના પાઠ શિખ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp