આ 5 કંપનીઓની મોટી જાહેરાત, આજે મળશે કમાણીની તક

PC: livemint.com

શેર માર્કેટમાં જોરદાર તેજીની વચ્ચે પ્રાઈમરી માર્કેટમાં જબરદસ્ત એક્શન જોવા મળવાનું છે. આવતા અઠવાડિયે પાંચ કંપનીઓ IPO લોન્ચ કરવા જઇ રહી છે. આ IPO દ્વારા આ કંપનીઓ કુલ 857 કરોડ રૂપિયા ભેગા કરશે. જેમાંથી 170 કરોડ રૂપિયા તો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ(SME) સેગમેન્ટની કંપનીઓ ભેગા કરવાની છે.

નોઇડા સ્થિત Yatharth Hospital and Trauma Care Services આ લિસ્ટમાં મેનબોર્ડ સેગમેન્ટનો આ એકમાત્ર IPO રહેશે. આ IPO માટે 285-300 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી છે અને 26 જુલાઈ 2023ના રોજ સબ્સક્રિપ્શન માટે ખુલશે. 28 જુલાઈ સુધી રોકાણકારોને આ IPOમાં પૈસા ભરવાની તક મળશે.

આ IPOમાંથી કંપની કુલ 686.55 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારી કરી રહી છે. જેમાંથી 490 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર બહાર પાડશે. જ્યારે OFS દ્વારા પ્રમોટર્સ 65.51 લાખ શેરોનું વેચાણ કરશે. રિટેલ રોકાણકારો 50 શેરોનો એક લૉટ અને પછી આના મલ્ટીપલ શેર ખરીદી શકે છે. પ્રાઈસ બેન્ડની ઉપરી સપાટી હેઠળ આ લૉટની કિંમત 15 હજાર કરોડ રૂપિયા રહેશે. રિટેલ રોકાણકારો મહત્તમ 1.95 લાખ રૂપિયા એટલે કે 13 લૉટ ખરીદી શકશે.

કંપનીએ જણાવ્યું છે કે IPOથી ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ લોન ચૂકવવા, હોસ્પિટલો માટે મૂડી ઊભી કરવા ઉપરાંત ઈનઓર્ગેનિક ગ્રોથ પર પણ ખર્ચ કરવામાં આવશે. 7 ઓગસ્ટના રોજ આ IPOની લિસ્ટિંગ થવાની છે.

ગયા અઠવાડિયે રોકાણકારોને નેટવેબ ટેક્નોલોજીસ ઈન્ડિયાના IPOથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ IPOને 90 ગણી વાર સબક્રાઈબ કરવામાં આવ્યો છે. 27 જુલાઈ 2023ના રોજ આની લિસ્ટિંગ થવાની છે. ગ્રે-માર્કેટમાં આ શેર 75 રૂપિયા પ્રતિ શેરના ભાર પર ટ્રેડ કરતો જોવા મળી શકે છે. આશંકા છે કે આ 500 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર લિસ્ટ થઇ શકે છે. IPO શેરોની ટ્રેડિંગ માટે ગ્રે માર્કેટ એક રીતનું અનઓફિશ્યિલ પ્લેટફોર્મ હોય છે.

SME સેગમેન્ટ

આ સેગમેન્ટમાં પણ આવતા અઠવાડિયે IPO લોન્ચ થવાના છે. 170 કરોડ રૂપિયા ભેગા કરવા માટે 4 કંપનીઓ IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. ચેન્નઈ સ્થિત જ્વેલરી પ્રોડક્ટ બનાવનારી કંપની Khazanchi Jewellersનો IPO 24 જુલાઈના રોજ ખુલશે. આ IPO દ્વારા કંપની 96.74 કરોડ રૂપિયા ભેગા કરવાની છે અને તેના માટે 140 રૂપિયા પ્રતિ શેરની કિંમત નક્કી કરવામાં આવી છે. 28 જુલાઈ સુધી આ IPO સબ્સક્રાઈબ માટે ખુલ્લો રહેશે.

કંપનીએ જણાવ્યું છે આ IPOથી ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ ચેન્નઈમાં નવો શોરૂમ ખોલવા, હાલની જરૂરિયાતો અને ઓપરેશન્સ પર અને IPO લોન્ચ કરવાની પ્રોસેસ પર થવાના ખર્ચમાં ઉપયોગ કરવામાં આવશે.

ડાઈ(DYE) બનાવનારી કંપની Yasons Chemex Careનો IPO પણ 24 જુલાઈ રોજ ખુલશે. જેની ઓફર પ્રાઈસ 40 રૂપિયા પ્રતિ શેર રહેશે. આ IPO દ્વારા કંપની 51.42 લાખ શેર બહાર પાડી 20.57 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારીમાં છે. 26 જુલાઈના રોજ આ IPO સબ્સક્રિપ્શન માટે બંધ થઇ જશે. આ IPO દ્વારા ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની તેની મૂડીને લગતી જરૂરિયાતો પર ખર્ચ કરશે.

આ સેગમેન્ટમાં Shri Techtex ત્રીજો IPO રહેશે જે 26 થી 28 જુલાઈ સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. આ IPO માટે પ્રાઈસ બેન્ડ 54-61 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર નક્કી છે. આ કંપની 74 લાખ રૂપિયાના શેરોને પબ્લિક ઈશ્યૂ દ્વારા 45.15 કરોડ રૂપિયા ભેગા કરશે. કંપનીએ કહ્યું છે કે તેઓ આ ફંડનો ઉપયોગ ફેક્ટરી શેડ, સોલર પ્લાન્ટ લગાવવાથી લઈ વર્કિંગ કેપિટલ જરૂરિયાતો માટે મશીનરી ખરીદવા માટે ઉપયોગ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp