શેર બજારમાં બ્લડબાથ, રોકાણકારોના 6.75 લાખ કરોડ રૂપિયા ધોવાયા

PC: timesnownews.com

ભારતીય શેર બજારમાં આજે એટલે કે, શુક્રવાર, 27મી જાન્યુઆરીના રોજ જોરદાર વેચવાલી જોવા મળી. હિંડનબર્ગના રિપોર્ટના કારણે શેર બજારમાં એક મોટો કડાકો જોવા મળ્યો છે. યૂનિયન બજેટ 2023ના સંભાવિત એલાનોને લઇને અનિશ્ચિતતા અને અમેરિકન ફેડરલ બેન્કની બેઠકના કારણે સેન્સેક્સ અને નિફ્ટી આજે લગભગ 1.50 ટકા સુધી તૂટીને પોતાના 3 મહિનાના નીચલા સ્તર પર આવી ગયા છે.સરકારી બેન્કો, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને મેટલ શેરોના ઇન્ડેક્સમાં તો 4થી 6 ટકાનો ભારે કડાકો જોવા મળ્યો છે.

BSE મિડકેપ ઇન્ડેક્સ 1.2 ટકા તુટીને બંધ આવ્યું. જ્યારે, સ્મોલકેપ ઇન્ડેક્સ 1.9 ટકા તુટ્યું. આ કડાકાના કારણે રોકાણકારોમાં અફરાતફરી મચી રહી છે અને તેમની લગભગ 67,50,00,00,00,000 રૂપિયા એટલે કે, લગભગ 6.75 લાખ કરોડ રૂપિયાની સંપત્તી ડૂબી ગઇ છે. કારોબારના અંતમાં, સેન્સેક્સ 874.16 પોઇન્ટ એટલે કે, 1.45 ટકા તૂટીને 59330.90 પર બંધ આવ્યું. જ્યારે નિફ્ટી 287.60 પોઇન્ટ એટલે કે, 1.61 ટકા તુટીને 17604.35ના સ્તર પર બંધ આવ્યું.

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ શુક્રવારે 27મી જાન્યુઆરીના રોજ ઘટીને 269.74 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું, જે આની પહેલાના કારોબારી દિવસ એટલે ગકે, બુધવારે 25મી જાન્યુઆરીના રોજ 276.49 લાખ કરોડ રૂપિયા પર હતું. એ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે લગભગ 6.75 લાખ કરોડ રૂપિયા ઘટ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની વેલ્થમાં આજે ઘણો મોટો કડાકો આવ્યો છે.

સેન્સેક્સના 30માંથી ફક્ત 8 શેર આજે તેજી સાથે બંધ થયા. તેમાં ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધારો 6.34 ટકાની તેજી જોવા મળી છે. ત્યાર બાદ ITC, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સીમેન્ટ અને NTPCના શેરોમાં સૌથી વધારે ઉછાળો રહ્યો અને તે લગભગ 0.21 ટકાથી લઇને 1.77 ટકાની તેજી સાથે બંધ આવ્યો.

જ્યારે, સેન્સેક્સના 22 શેરો આજે કડાકા સાથે બંધ આવ્યા છે. તેમાં પણ ભારતીય સ્ટેટ બેન્કના શેરોમાં સૌથી વધારે 5.03 ટકાનો કડાકો જોવા મળ્યો. તે સિવાય ICICI બેન્ક, ઇન્ડસિન્ટ બેન્ક, એક્સિસ બેન્ક અને ટેક મહિન્દ્રા પણ આજે 1.97 ટકાથી લઇને 4.41 ટકા સુધીના કડાકા સાથે બંધ આવ્યા.

ચારેબાજુ વેચવાલીના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આજે મંદીમાં બંધ થનારા શેરોની સંખ્યા વધારે રહી. એક્સચેન્જ પર કુલ 3658 શેરોમાં આજે કારોબાર જોવા મળ્યો. તેમાંથી 899 શેરો તેજી સાથે બંધ આવ્યા. જ્યારે 2657 શેરોમાં કડાકો જોવા મળ્યો. જ્યારે, 102 શેર કોઇ ઉતર ચઢ વગર ફ્લેટ બંધ આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp