26th January selfie contest

શેર બજારમાં વર્ષ 2023નો પહેલો કડાકો, બજાર તૂટવાના કારણો જાણો

PC: moneycontrol.com

ભારતીય શેર બજારમાં બુધવારે એટલે કે, 4 જાન્યુઆરીના રેજ એક ફ્લેટ શરૂઆત થયા બાદ કડાકો જોવા મળ્યો. ગ્લોબલ સ્તર પર ચિંતાઓ વધવાથી અને થોડું પ્રોફિટ બુકિંગ આવવાના કારણે આજે બજારમાં કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 638.80 પોઇન્ટ એટલે કે, 1.04 ટકાના કડાકા સાથે 60655.40 પોઇન્ટ પર અને નિફ્ટી 191 પોઇન્ટ કે 1.05 ટકાના કડાકા સાથે 18041.50ના સ્તર પર ચાલ્યું ગયું હતું. લગભગ 980 શેરોમાં તેજી સાથે કારોબાર બંધ થયો, જ્યારે 2177 શેરો લાલ નિશાનમાં રહ્યા અને 127 શેરો ફ્લેટ રહ્યા.

ગ્લોબલ સ્તર પર રોકાણકારો અમેરિકન કેન્દ્રીય બેન્કના ફેડરલ ઓપન માર્કેટ કમિટીની ડિસેમ્બર મહિનાની બેઠક સાથે સંબંધિત જાણકારી પર બારીકીથી નજરો રાખી રહ્યા છે, જે એક વર્ષમાં વ્યાજ દરમાં વધારા પર અમેરિકન કેન્દ્રીય બેન્કના વલણ પર સંકેત આપશે. ભારતીય સમય અનુસાર આ જાણકારી મોડી રાતે આવશે.

ફેડરલ ઓપન માર્કેટ કમિટીની 13 અને 14મી ડિસમ્બરના રોજ થયેલી બેઠક બાદ, અમેરિકન કેન્દ્રીય બેન્કે વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આ તેનાથી આગળની બેઠકમાં થયેલી 0.75 ટકાનો વધારાની સરખામણીમાં ઓછો હતો, પણ તેની સાથે જ તેમણે મોંઘવારીમાં વધારાને લઇને નવા અનુમાન જારી કર્યા હતા. અધિકારી હવે પોતાના મીડિયન પૂર્વાનુમાન અનુસાર, મોંઘવારીને 2023માં 3.1 ટકા પર સમાપ્ત થતી જોઇ રહ્યા છે, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં જારી પૂર્વાનુમાનમાં તેને 2.8 ટકા બતાવવામાં આવ્યું હતું.

વોલ સ્ટ્રીટ માટે વર્ષ 2023ના પહેલા કારોબારી સત્ર મંગળવારે 3જી જાન્યુઆરીના રોજ હતું. પહેલા દિવસે ન્યુયોર્કના પ્રમુખ ઇન્ડેક્સ નાસ્ડેક 0.76 ટકા તુટ્યું. જ્યારે ડાઉ જોન્સ અને S&P 500 ક્રમશઃ 0.03 ટકા અને 0.4 ટકા તુટી ગયા છે. S&Pના 11 પ્રમુખ સેક્ટરોમાંથી છ કડાકા સાથે બંધ આવ્યા, જેમાં સૌથી વધારે એનર્જી શેરો તુટ્યા હતા.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ, ક્રિસ્ટાલિના જોર્જીવાએ કહ્યું કે, દુનિયાનો એક તૃત્યાંશ હિસ્સો મંદીમાં હોઇ શકે છે અને ત્યાં સુધી જે દેશ મંદીમાં નથી, જ્યાં પણ લાખો લોકોની આબાદી મંદીને પરખશે. તેમણે એક મીડિયા ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, અમેરિકા, યુરોપિયન અને ચીનની ઇકોનોમી આ વર્ષે ધીમી હશે. એવામાં વર્ષ 2023 ગયા વર્ષની સરખામણીમાં કઠિન હોઇ શકે છે.

ગયા સત્રમાં કડાકા બાદ બુધવારના રોજ તેલની કિંમતો સ્થિર બનેલી છે. માર્ચ ડિલીવરી માટે બ્રેન્ટ ફ્યુચર્સની કિંમત આજે 6 સેન્ટ વધીને 82.16 ડોલર પ્રતિ બેરલ થઇ ગયું. બપોરે 12 વાગે WTI ઓઇલ 76.91 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચીને 2023 માટે પહેલા બેચમાં રિફાઇન્ડ તેલ ઉત્પાદનો માટે નિકાસ કોટા વધાર્યો છે, જે તેમની ઘરેલુ માગમાં કડાકાને દર્શાવે છે. તે સિવાય ડોલર ઇન્ડેક્સમાં પણ આજે તેજી આવી અને એક ફરી વાર તે 104ના સ્તરને પાર કરી ગયું.

બજાર ગયા અમુક દિવસોમાં 18000થી 18200 સહિતના દાયરામાં ચાલી રહ્યું છે. બેન્ક અને મેટલ જેવા અમુક સેક્ટર્સમાં ખરીદી થઇ છે, જેમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. કારોબારમાં નિફ્ટી બેન્ક 1.05 ટકા, નિફ્ટી PSU બેન્ક 1.8 ટકા અને નિફ્ટી મેટલ 2 ટકા નીચે આવ્યા છે. એક બજાર નિષ્ણાંત અનુસાર, નિફ્ટી 18400ના સ્તર પર મજબૂત રેઝિસ્ટન્સનો સામનો કરી રહ્યું છે. જ્યારે, નીચેની તરફ તેને લગભગ 18080-18000ના સ્તર પર સપોર્ટ મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp