જાન્યુઆરી એક્સપાઇરી પહેલા બજાર દાયરામાં કારોબાર કરતું નજરે પડ્યું

PC: punjabi.abplive.com

જાન્યુઆરી મહિનાની એક્સપાઇરી પહેલા બજાર દાયરામાં કારોબાર કરતું નજરે પડી રહ્યું છે. આજે સેન્સેક્સ 37 પોઇન્ટ ચઢીને 60979 પર બંધ આવ્યું છે. જ્યારે, નિફ્ટી કોઇ ફેરફાર વગર 18118 પર બંધ આવ્યું છે. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. ઓટો, IT શેરોમાં ખરીદી જોવા મળી. જ્યારે, બેન્કિંગ, ફાર્મા, રિયલ્ટી, મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બેન્ક 88 પોઇન્ટ તુટીને 42733 પર બંધ આવ્યું. જ્યારે, મિડકેપ 122 પોઇન્ટ તુટીને 31152 પર બંધ આવ્યું હતું. આજે નિફ્ટીના 50માંથી 31 શેરો લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સેન્સેક્સના 30માંથી 15 શેરોમાં તેજી જોવા મળી. નિફ્ટી બેન્કના 12માંથી 9 શેરોમાં કડાકો જોવા મળ્યો. ડૉલરની સરખામણીમાં રૂપિયો 33 પૈસા નબળો પડીને 81.72ના સ્તર પર બંધ આવ્યો છે.

એક બજાર નિષ્ણાંત અનુસાર, મજબૂત ગ્લોબલ સંકેતો વચ્ચે ઓટો શેરોમાં ખરીદી આવી સાથે સાથે કારોબારમાં બજારમાં તેજી જોવા મળી હતી. જોકે, બેન્કિંગ શેરોમાં આવેલી વેચવાલીના કારણે કારોબારના અંતમાં બજાર સપાટ બંધ આવ્યું હતું. સેક્ટરના પરિણામો આવવા પહેલા આજે ઓટો શેરો ફોકસમાં રહ્યા હતા. અમેરિકન ઇકોનોમીની સોફ્ટ લેન્ડિંગ સાથે અમેરિકામાં વ્યાજ દરોમાં હલકો વધારો થવાની આશાથી ગ્લોબલ બજારોનું સેન્ટિમેન્ટ સુધરી ગયું છે.

એક અન્ય બજાર નિષ્ણાંતનું કહેવું છે કે, 18200ની આસપાસ નિફ્ટીમાં બેર્સ હાવિ થયા હતા. આજના કારોબારમાં નિફ્ટી આખો દિવસ દબાણમાં રહ્યું હતું. નિફ્ટી આ સમયે 17900થી 18200ના દાયરામાં ફસાયેલું જોવા મળ્યું. આ રેન્જની ઉપર કે નીચે કોઇ પણ બાજુ બ્રેકઆઉટ કે પછી બ્રેકડાઉન આવવા પર બજારની દિશા નક્કી થશે. ઓપ્શન્સ ડેટાથી સાફ થાય છે કે, 18200ની સ્ટ્રાઇકના કોલ પર એગ્રેસિવ રાઇટિંગ જોવા મળ્યું છે. નીચેની તરફ 18000ની સ્ટ્રાઇકના પુટ પર સૌથી વધારે પુટ ઓપનઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે.

આજે નિફ્ટી તેજી સાથે ખુલ્યું હતું અને તેણે 18184નો સ્વિંગ હાઇ પાર કર્યો પણ તે ઉપરના સ્તરો પર ટકવામાં સફળ ના રહ્યું. ઓવરલી અપર બોલિંજર બેન્ડ ફ્લેટ જોવા મળ્યું અને તેના ઉપરના સ્તરો પર દબાણ જોવા મળ્યું. નિફ્ટી ફરીથી એક સંક્ષિપ્ત કન્સોલિડેશન મોડમાં કાયમ જોવા મળ્યું. હવે આગળ તેમાં તેજી આવવાના સંકેત જોવા મળી રહ્યા છે. શોર્ટ ટર્મમાં નિફ્ટી આપણને 18260થી 18300નું રેઝિસ્ટન્સ પાર કરીને 18500ની તરફ જતું જોવા મળી શકે છે. જ્યારે, નીચેની તરફ તેમાં 18000ના સ્તર પર સપોર્ટ જોવા મળી રહ્યો છે.

એક બજાર નિષ્ણાંતનું કહેવું છે કે, બેન્ક નિફ્ટી આજે 43000ની બાધા પાર કરવામાં સફળ ન રહ્યું. કોલ સાઇડ પર આજે સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે. બેન્ક નિફ્ટી માટે નીચેની તરફ 42500 પર સપોર્ટ છે. જો આ સપોર્ટ કાયમ ન રહેશે તો ફરી તેમાં વધુ કડાકો આવી શકે છે. બેન્ક નિફ્ટી આજે 42500થી 43000ની રેન્જમાં ફરતું જોવા મળી શકે છે. આ રેન્જનું બ્રેકઆઉટ આવશે કે પછી બ્રેકડાઉન તેનાથી બજારની દિશા નક્કી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp