26th January selfie contest

ઉજ્જવલ શાહના મતે આવનારા સમયમાં આ સેક્ટર શેરબજારમાં ધમાલ મચાવશે

PC: hindi.moneycontrol.com

સેન્સેક્સ અને નિફ્ટી વીકલી આધાર પર સતત ત્રીજા સપ્તાહમાં તેજી સાથે બંધ થયું છે. સાપ્તાહિક આધાર પર સેન્સેક્સ આ સપ્તાહમાં 0.53 ટકા ચઢ્યું છે જ્યારે, નિફ્ટીમાં 0.49 ટકાની તેજી જોવા મળી છે. જ્યારે, નિફ્ટી બેન્ક 1.03 ટકા તુટ્યું છે. સાથે જ મિડકેપ ઇન્ડેક્સમાં પણ 1.25 ટકાનો કડાકો જોવા મળ્યો છે. સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો આ સપ્તાહમાં નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 2.77 ટકા, નિફ્ટી PSU બેન્ક ઇન્ડેક્સ 2.77 ટકા, નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 2.69 ટકા, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1.40 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1.30 ટકા તુટ્યું છે.

એવામાં બજારની આગળની ચાલ પર વાત કરતા IIFL સીક્યોરીટિઝના ચીફ ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ અને ફંડ મેનેજર ઉજ્જવલ શાહે કહ્યું કે, બજાર 17500થી 18200ના દાયરામાં ફસાયેલું નજરે પડી રહ્યું છે. બેન્કિંગ શેરો પર વાત કરીએ તો તેમણે કહ્યું કે, બેન્કિંગ શેરો પર અમે બુલિશ છીએ. આગળ પણ બેન્કિંગ શેરોમાં સારા પરિણામોની આશા છે. બજારના દરેક કડાકામાં બેન્કિંગ સેક્ટરમાં રોકાણની સ્ટ્રેટેજી રાખવી જોઇએ. બેન્કિંગ સેક્ટર આવનારા બેથી ત્રણ વર્ષોમાં સારું રિટર્ન આપશે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પરિણામોના કારણે કડાકો આવી રહ્યો છે.

સીમેન્ટ સેક્ટર પર વાત કરતા તેમણે કહ્યું કે, સીમેન્ટ સેક્ટર પર પણ બુલિશ દૃષ્ટિકોણ છે. કેપેક્સના એલાન બાદ સીમેન્ટ સેક્ટરમાં આગળ સારી તેજી જોવા મળશે અને તેમાં સરકાર પાસેથી, ઇફ્રા સેક્ટરથી સારી ડિમાન્ડ જોવા મળશે. સીમેન્ટ પર અદાણીનું ફોકસ ઘટશે. સીમેન્ટની ડિમાન્ડ સારી રહેશે. સીમેન્ટ સેક્ટરમાં સતત પડતરનું દબાણ ઘટી રહ્યું છે. સીમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ખરાબ સમય ખતમ થયો.

IT સેક્ટર પર વાત કરતા IT ઇન્ડસ્ટ્રીમાં વધારે પ્રોબ્લેમ નથી દેખાઇ રહ્યા. ટેક કંપનીઓની કોમેન્ટ્રી ઘણી મજબૂત છે. IT સ્ટોક્સ પર કોસ્ટ કટિંગની વધારે અસર ન પડશે. પોર્ટફોલિયોમાં IT સેક્ટરનું ભારણ વધારવાની સલાહ રહેશે. આગળ ચાલીને આ સેક્ટર ઘણું સારું ગ્રોથ બતાવશે. જે રોકાણકારોનો દૃષ્ટિકોણ બેથી ત્રણ વર્ષનો છે તેથી IT સેક્ટરની પસંદગીની કંપનીઓમાં દાવ લગાવી શકાય છે.

(નોંધઃ Khabarchhe.com પર જણાવેલા વિચારો એક્સપર્ટ્સના અંગત વિચારો હોય છે. શેર બજારમાં રોકાણ કરવા માટે તમારા એડવાઇઝરની સલાહ લઇને રોકાણ કરવું.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp