ટાટા ગ્રુપની આ કંપનીનો પ્રોફિટ પહેલી વખત 1000 કરોડ રૂપિયાને પાર

PC: tata.com

ટાટા ગ્રુપની હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટલ્સ માટે ફાઇનાન્શિયલ યર 2023 શાનદાર રહ્યું છે. આ દરમિયાન કંપનીએ 1053 કરોડ રૂપિયાનો રેકોર્ડ પ્રોફિટ કમાયો છે. આ કંપનીના થ્રી બેસ્ટ ફાઇનાન્શિયલ યરના જોઇન્ટ પ્રોફિટથી પણ વધારે છે. આ પહેલા ફાઇનાન્શિયલ યર 2022માં કંપનીને 265 કરોડ રૂપિયાનો લોસ થયો હતો.

નાણાંકીય વર્ષ 2023માં કંપનીનું રેવન્યુ ઓપરેશન્સથી 90 ટકા ઉછળીને 5810 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનું રેવન્યુ 86 ટકાના વધારા સાથે 1625.4 કરોડ રૂપિયા અને પ્રોફિટ 339 કરોડ રૂપિયા રહ્યું છે. નાણાંકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં કંપનીને 72 કરોડ રૂપિયોનો પ્રોફિટ થયો હતો. આ કંપનીની આખા દેશમાં ઘણી બધી હોટલ છે જેમાં મુંબઇની લોકપ્રિય હોટલ તાજ હોટલ પણ શામેલ છે.

ઇન્ડિયન હોટલના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO પુનીત ચટવાલે કહ્યું કે, ગયા વર્ષે કંપનીને જે પ્રોફિટ આપ્યો છે તે થ્રી બેસ્ટ ફાઇનાન્શિયલ યરના જોઇન્ટ પ્રોફિટથી પણ વધારે છે. ફાઇનાન્શિયલ યર 2006, 2007 અને 2008માં કંપનીનો જોઇન્ટ પ્રોફિટ 974 કરોડ રૂપિયા રહ્યો હતો. તેમણે કહ્યું કે, ફાઇનાન્શિયલ યર 2023માં કંપનીએ ઘણી ઉપલબ્ધીઓ હાંસલ કરી છે. તેમાં સૌથી વધારે રેવન્યુ, ઓલ ટાઇમ હાઇ અને ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે એબિટા માર્જિન અને 1000 કરોડ રૂપિયાથી ઉપરનો પ્રોફિટ શામેલ છે. કંપનીએ પોતાના ઇતિહાસમાં પહેલી વખત 1000 કરોડ રૂપિયાથી વધારેનો પ્રોફિટ કર્યો છે.

ચટવાલે કહ્યું કે, સતત ચાર ક્વાર્ટરમાં ડિમાન્ડ બનેલી રહેવાથી કંપનીને રેકોર્ડ પ્રોફિટ થયો છે. ઇન્ડિયન હોટલોની સંખ્યા 2060થી વધારે થઇ ગઇ છે. કંપનીની હોટલ દેશના 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી છે. આ કંપનીની સ્થાપના 1899માં ટાટા ગ્રુપના ફાઉન્ડર જમશેદજી ટાટાએ કરી હતી. કંપનીએ પોતાની પહેલી હોટલ તાજ મહાલ પેલેસ 1903માં ટાટાએ કરી હતી. કંપનીના શેરનો ભાવ શુક્રવારે 11.20 કલાકે 1.18 ટકાની તેજી સાથે 343.90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp