શેરબજારમાં 27 જાન્યુઆરીથી સેટલમેન્ટના નિયમમાં બદલાવ આવી રહ્યો છે, T+1....

PC: tradebrains.in

ભારતીય શેરબજારમાં 27 જાન્યુઆરીથી નવી સેટલમેન્ટ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. આ સિસ્ટમ લાગુ થયા બાદ સેટલમેન્ટનો સમયગાળો ઘટશે. અગાઉ, આ પ્રકારનો ફેરફાર વર્ષ 2003માં થયો હતો, જ્યારે T+2 સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. હવે બે દાયકા પછી નવી સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. સરળ ભાષામાં વાત કરીએ તો શેરોના ખરીદ- વેચાણ પેમેન્ટ વગેરે બાબતો ફટાફટ પતશે. જાણકારોના કહેવા મુજબ આ નવી સિસ્ટમથી નાના રોકાણકારોને મોટો ફરક પડવાનો નથી.

ભારતીય ઇક્વિટી માર્કેટ 27 જાન્યુઆરીએ સંપૂર્ણ રીતે શોર્ટ ટ્રાન્સફર સાઇકલમાં શિફ્ટ થશે, જેને T+1 સેટલમેન્ટ કહેવાય છે. આ નિયમના અમલ પછી, શેરો વેચનારના ખાતામાં 24 કલાકમાં પેમેન્ટ જમા થઇ જશે અને એ જ રીતે શેરો ખરીદનારના ખાતમાં 24 કલાકમાં શેરો જમા થઇ જશે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે તમારા પોર્ટફોલિયોમાં સામેલ સ્ટોક વેચો છો, તો 24 કલાકની અંદર તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે. તમામ લાર્જ-કેપ અને બ્લુ-ચિપ કંપનીઓ 27 જાન્યુઆરીએ T+1 સિસ્ટમ પર સ્વિચ કરશે.

અત્યારે બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એકસ્ચેન્જ (NSE) જે ભારતના સૌથી મોટા સ્ટોક માર્કેટ છે તેમાં T+2 સેટલમેન્ટ સીસ્ટમ લાગૂ છે. અત્યારની સેટલમેન્ટ સીસ્ટમ મુજબ શેરો વેચનારના ખાતમાં રૂપિયા જમા થતા 48 કલાક લાગે છે. શેરબજારમાં T-2 સેટલમેન્ટ સીસ્ટમ 2003થી લાગુ છે અને હવે 27 જાન્યુઆરી 2023થી T+1 સેટલમેન્ટ સીસ્ટમ લાગૂ થશે. આ નવી સીસ્ટમને કારણે રોકાણકારોને વધારે ટ્રેડીંગ કરવાનો વિકલ્પ આપશે.

શેરબજારમાં સેટલમેન્ટ સાયકલ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે ખરીદનારને શેર મળી જાય અને વેચનારને પેમેન્ટ મળી જાય. ભારતમાં સેટલમેન્ટ પ્રક્રિયા હજુ પણ T+2 રોલિંગ સેટલમેન્ટ નિયમ પર આધારિત છે. T+1 નિયમના અમલને કારણે બજારમાં પ્રવાહિતા વધશે.

બીજી તરફ શેરબજારના જાણકારોનું એ પણ કહેવું છે કે T+1 સેટલમેન્ટ સિસ્ટમ લાગૂ થવાને કારણે શેરબજારમાં  મોટા પાયે ઉતાર-ચઢાવ વધવાની શક્યતા વધી જશે. કારણ કે સેબીનું આ પગલું કોર્પોરેટ અને FII, DII જેવા વધુ અને મોટા રોકાણકારોને વધુ તરલતા પ્રદાન કરી શકે છે. આ માર્જિનની જરૂરિયાતો ઘટાડી શકે છે, જેના કારણે શેરબજારમાં અસ્થિરતા વધી શકે છે. જોકે, તેમનું કહેવું છે કે નાના રોકાણકારો પર તેની બહુ અસર થવાની નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp