આ FMCG કંપનીના શેરે 2 વર્ષમાં 1 લાખના 5 લાખ બનાવ્યા

PC: aajtak.in

મલ્ટીબેગર સ્ટોકની દરેક જણ તલાશ કરતું હોય છે. આવા સ્ટોક દ્વારા તમે ઓછા સમયમાં જ બંપર નફો કમાઇ શકો છો. જો તમે રોકાણ માટે આવા કોઇ સ્ટોકની તલાશમાં છો તો FMCG સેક્ટરની કંપની મીષ્ટાન્ન ફૂડ્સના શેરોને નજરમાં રાખી શકો છો. આ સ્મોલ કેપ સ્ટોકે કોરોના મહામારી બાદ પોતાના રોકાણકારોને જોરદાર નફો કરાવ્યો છે. ગયા શુક્રવારે આ શેરોમાં 0.09 ટકાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો અને 11.11 રૂપિયાના ભાવે બંધ થયો હતો. આ શેરોનો 52 વીક હાઇ 12.55 રૂપિયા અને 52 વીક લો 7.09 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ વધીને 1111 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

નોમુરા સિંગાપુર સમર્થિત આ FMCG સ્ટોકે ચોથા ક્વાર્ટરમાં મજબૂત પરિણામો ઘોષિત કર્યા છે. આ દરમિયાન કંપનીના ઓપરેશનથી થનારા રાજસ્વમાં 10 ટકાનો વધારો થયો છે અને તે 168.89 કરોડ રૂપિયા થઇ ગયું છે. ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં આ આંકડો 153.47 કરોડ રૂપિયા હતો. કંપનીનું કહેવું છે કે, ડોમેસ્ટિક અને ઇંટરનેશનલ માર્કેટમાં કેટલીક પ્રોડક્ટ્સ લોન્ચ કરવાના કારણે આ ગ્રોથ જોવા મળ્યો છે.

કંપનીએ દાવો કર્યો છે કે, એબિટા ક્વાર્ટર 4માં 22.33 કરોડ રૂપિયાથી 4.57 ટકા વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં 23.35 કરોડ રૂપિયા થઇ ગયો છે. એબિટા માર્જિન નાણાંકીય વર્ષ 2022ના ક્વાર્ટર 4માં 14.55 ટકાથી ઘટીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં 13.82 ટકા થઇ ગયો છે.

કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ 7.45 ટકા વધ્યો છે અને તે 14.13 કરોડ રૂપિયા થઇ ગયો છે. જ્યારે, નાણાંકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં તે 13.15 કરોડ રૂપિયા હતો. પ્રોફિટ આફ્ટર ટેક્સ માર્જિન નાણાંકીય વર્ષ 2022ના ક્વાર્ટર 4માં 8.57 ટકાથી ઘટીને નાણાંકીય વર્ષના ક્વાર્ટર 4માં 8.36 ટકા થઇ ગયો છે. નોમુરા સિંગાપુરને લઇને ભારતીય એક્સચેન્જને સૂચિત કરવામાં આવ્યું કે, તેને કંપનીમાં પોતાની હિસ્સેદારી વધારીને 1,28,25,854 શેર કરી દેવામાં આવી છે, જે કંપનીની કુલ પેડ એપ કેપિટલના 1.28 ટકા છે.

ગયા એક મહિનામાં મિષ્ટાન્ન ફૂડ્સના શેરોએ 10 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે, ગયા 6 મહિનામાં તેમાં 22 ટકાની તેજી આવી છે. ગયા એક વર્ષમાં તેના રોકાણકારોને 29 ટકાનું રિટર્ન મળ્યું છે. એટલું જ નહીં, પાછલા લગભગ બે વર્ષોમાં તેના રોકાણકારોને 405 ટકાનો જોરદાર નફો થયો છે. એટલે કે, આ દરમિયાન રોકાણકારોના પૈસા 5 ગણાથી વધારે વધ્યા છે. જો તમે બે વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારી રકમ વધીને 5 લાખ રૂપિયા થઇ ગઇ હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp