શોર્ટ ટર્મમાં નફા માટે દિગ્ગજોએ આ 4 શેરો પર લગાવ્યો દાંવ

PC: zeebiz.com

બજાર દાયરામાં કારોબાર કરી રહ્યું છે. જોકે, PSU બેંક ઇન્ડેક્સ, મેટલ, રિયલ્ટી અને એનર્જી શેરોમાં તેજી જોવા મળી. કાલે પરિણામો પહેલા બજાર ફાયનાન્સના શેર અઢી ટકા વધ્યા. ક્વાર્ટર 4માં કંપનીની આવક 24 ટકા અને નફો 28% વધવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. મારુતિના શેરોમાં પણ સારા પરિણામોની આશા કરવામાં આવી રહી છે. કંપનીનો નફો 50% અને આવક 23 ટકા વધવાની આશા છે. તેમજ, યુનિકેમ લેબ ડીલ બાદ ઇપ્કાના શેર 10% તૂટ્યા. કંપનીના શેર 3 વર્ષના નીચલા સ્તરો પર પહોંચી ગયા. દરમિયાન, સેકન્ડ હાફમાં આજે બજારમાં એક્સપર્ટ્સે શોર્ટ ટર્મમાં સારો નફો કમાવવા માટે ICICI બેંક, ટાટા સ્ટીલ, કેન ફિન હોમ્સ અને ચોલા ઇન્વેસ્ટમેન્ટના શેરમાં ખરીદી કરવાની સલાહ આપી.

આ અંગે એક્સપર્ટ માનસ જયસ્વાલનું કહેવુ છે કે, ICICI બેંકના સ્ટોકમાં મેની એક્સપાયરીવાળી કોલ ખરીદવા પર કમાણી થશે. તેમણે કહ્યું કે, તેની 920ના સ્ટ્રાઇકવાળી કોલ 17.55 રૂપિયાની આસપાસ ખરીદો. તેમા થોડાં દિવસોમાં 25 રૂપિયાનું લક્ષ્ય જોવા મળશે. જોકે, તેમણે એવુ પણ કહ્યું કે, તેમા 13 રૂપિયાના સ્તર પર સ્ટોપલોસ લગાવવો જોઈએ.

કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણે બજાર બંધ થતા પહેલા F&O સેગમેન્ટથી ટાટા સ્ટીલના સ્ટોકમાં ખરીદી કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, આ સ્ટોકમાં 110/112 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, તેમા 105 રૂપિયાના લેવલ પર સ્ટોપલોસની સાથે 107 રૂપિયાના લેવલ પર ખરીદી કરવી જોઈએ.

Trade & Market Expertના અમિત સેઠે આજના માટે ચાર્ટનો ચમત્કાર બતાવનારા શેરના રૂપમાં કેન ફિન હોમ્સ પર દાંવ લગાવ્યો. તેમણે કહ્યું કે, તેમા 585 રૂપિયાના સ્તર પર ખરીદી કરી શકાય છે. તેમા 578 રૂપિયાના સ્તર પર સ્ટોપલોસ લગાવો. આ સ્ટોક વધીને 595/600 રૂપિયાના લેવલ સુધી જઈ શકે છે.

William O’Neil ના મયુરેશ જોશીએ મિડકેપ ફંડા સ્ટોક બતાવતા કહ્યું કે, આજે ચોલા ઇન્વેસ્ટમેન્ટના સ્ટોકમાં ખરીદી કરવી જોઈએ. તેમણે કહ્યું કે, તેમા 840 રૂપિયાના સ્તરપર ખરીદી કરો. તેમા મધ્યમ અવધિમાં સારું રિટર્ન જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp