26th January selfie contest

આવતા 5 વર્ષ માટે HDFC Bankમાં આ એક સારો એન્ટ્રી પોઇન્ટઃ રવી ધરમશી

PC: economictimes.indiatimes.com

માર્કેટ એક્સપર્ટ અને વેલ્યુક્વેસ્ટ ઇનવેસ્ટમેન્ટ એડવાઇઝર્સના રવી ધરમશી કહે છે કે, આવનારા 5 વર્ષના દૃષ્ટિકોણ માટે HDFC Bankમાં આ સમયે એક સારો પ્રવેશ દ્વાર જોવા મળી રહ્યો છે. તેમણે આ સમયે HDFC Bankને શાનદાર એન્ટ્રી પોઇન્ટ તરીકે ગણાવતા આગળ કહ્યું છે કે, તેનું વેલ્યુએશન કરવું જોઇએ. HDFC Bankમાં રોકાણના દૃષ્ટિકોણથી કોઇ પણ જોઇ શકે છે. એક્સપર્ટ રવી ધરમશી એક વધુ વાત કહે છે કે, HDFC Bank નજીકના સમય એટલે કે, છથી આઠ મહિનાનો કોલ નથી. આ સ્ટોકમાં પાંચ વર્ષ માટે રોકાણ કરવું જોઇએ.

બીજી બાજુ એક્સપર્ટ HDFC લાઇફના અંડરપર્ફોર્મન્સ પર કહે છે કે, હાલ ઇન્શ્યોરન્સ સ્પેસમાં કોમ્પિટીશન ખૂબ જ વધી ગયું છે. જે પ્રદર્શન પર પ્રભાવ પાડી રહ્યું છે. HDFCના લીડરશિપ પર એક્સપર્ટ કહે છે કે, તેમના નેતૃત્વમાં કોઇપણ પ્રકારની ખામી નથી. વાત રહી ફોકસની તો ફોકસ પણ બરાબર જ છે.

ઉર્જા સંક્રમણ થીમ પર પોતાના વિચારો મૂકતા એક્સપર્ટે કહ્યું કે, હાલ સૌથી પહેલા પોતાનું ધ્યાન ઉપકરણ સપલ્યાર પર કરવું જોઇએ. સરળ ભાષામાં કહીએ તો સપ્લાઇ ચેનમાં કોણ આપૂર્તિકર્તા બનવા જઇ રહ્યા છે તેના પર ધ્યાન આપવું જોઇએ. તેઓ આગળ કહે છે કે, હાલમાં જ અદાણીએ ઘોષણા કરી છે કે, તેઓ 10 ગીગાવોટનું કામ કરવા જઇ રહ્યા છે. પોલીસિલિકોનથી મોડ્યુલ પ્રકારની સંરચના માટે.

જેના હેઠળ સૌથી પહેલા વેફર્સ, ગ્લાસ, મોડ્યુલની સપ્લાઇ કરનારી સપ્લાયર કંપનીઓનો ઓર્ડર વધશે જેનાથી તેને ફાયદો મળશે. ત્યાર બાદ તેમાં લાગનારા મેટલની જરૂર પડશે. વિશેષ રૂપે એલ્યુમિનિયમ ધાતુ જેનો ઉપયોગ રિન્યુએબલ્સ સ્પેસમાં થાય છે. તેના ઓર્ડર પર પણ પ્રભાવ પડી શકે છે.

એક અન્ય એક્સપર્ટ સાથેની વાતચીતમાં એક્સપર્ટ કહ્યું કે, IPOમાં રોકાણ કરવા પહેલા સાવધાન રહેવું જોઇએ. જ્યારે કોઇ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય છે તો તેનો જૂનો ટ્રેક રેકોર્ડ નથી હોતો. એ કારણે રોકાણ કરવા પહેલા તેના વિશે થોડું રિસર્ચ કરી લેવું સારું હોય છે. જો તમે કોઇ કંપની પર સારું રિસર્ચ અને હોમવર્ક નથી કરતા તો તમારા માટે સારી કંપનીઓમાં ખોટા ભાવે રોકાણ કરવાના ચાન્સ વધી જાય છે. જેનાથી તમારા પૈસાના નુકસાનની સંભાવના વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp