આ સ્ટોકમાં 1 વર્ષમાં 25 ટકા રિટર્ન મળ્યું, દામાણીએ પણ રોકાણ કર્યું છે

PC: business-standard.com

શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને તાજેતરમાં જ દુનિયા છોડીને ગયેલા રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ રાધાકિશન દામાણી જેમને લોકો RK દામાણીના નામથી ઓળખે છે, તેમના પોર્ટફોલિયોના એક શેર એવો જમ્પ માર્યો છે કે એક વર્ષમાં જ નાણાં ડબલ થઇ ગયા છે. દામાણીની સાથે રોકાણકારો પણ ધૂમ કમાયા છે.

રાધાકિશન દામાણીના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ એક સ્ટોકે છેલ્લા એક વર્ષમાં, છેલ્લા છ મહિનામાં અને આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ શેર રૂ. 175 થી રૂ. 374 સુધીની સફર કરી ચૂક્યો છે. દામાણી પાસે આ કંપનીના લાખો શેર છે.

છેલ્લું એક વર્ષ ભલે શેરબજાર માટે સારું ન રહ્યું હોય, પરંતુ આ દરમિયાન પણ ઘણા શેરોએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. આજે અમે તમને એવા જ એક શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. મજાની વાત એ છે કે અનુભવી રોકાણકાર રાધાકિશન દામાણીને પણ આ શેરમાં ઘણો વિશ્વાસ છે અને તે લાંબા સમયથી તેમના પોર્ટફોલિયોનો એક ભાગ છે. અમે આરકે દામાણીના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ સ્ટોક Astra Microwave Products વિશે વાત કરી રહ્યા છીએ.

આ શેરે છેલ્લા એક વર્ષ, છેલ્લા છ મહિના અને આ વર્ષની શરૂઆતથી ત્રણેય રેન્જમાં મલ્ટિબેગર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો તે રૂ. 175 થી રૂ. 374 સુધીની સફર કરી ચૂક્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ આ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો આવ્યો અને 266 રૂપિયાએ  પહોંચી ગયો હતો. ટ્રેડિંગ દરમિયાન તેમાં ઘટાડો થયો હતો, પરંતુ તે પાછો ફર્યો હતો અને 1.57 ટકાના ઘટાડા સાથે રૂ. 266.65 પર બંધ થયો હતો. 

છેલ્લા એક વર્ષ દરમિયાન આ સ્ટોક રૂ.175 થી વધીને રૂ.266 થયો છે. આ રીતે, તેણે માત્ર એક વર્ષમાં 25 ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં તે 100 ટકાથી ઉપર ગયો છે અને આમ આ સમયગાળા દરમિયાન આ શેરે તેના રોકાણકારોને નાણાં બમણા કરતાં વધુ કર્યા છે.

Astra Microwave Products શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ, તો જૂન 2022 સુધીમાં, દામાણી પાસે આ કંપનીના 8,96,387 શેર હતા. આ કંપનીમાં લગભગ 1.03 ટકા હિસ્સાની સમકક્ષ છે. માર્ચ ક્વાર્ટરના અંતે પણ દામાણી પાસે આ કંપનીના 8,96,387 શેર હતા. મતલબ કે આ શેર પર પીઢ રોકાણકાર આરકે દામાણીનો વિશ્વાસ અકબંધ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp