26th January selfie contest

વિકાસ ગુપ્તાના મતે નાણાંમંત્રીના આ બે એલાનથી બજારમાં તેજી આવી શકે

PC: support.google.com

યુનિયન બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેનમાં ફેરફાર અને PLI સ્કીમ માટે આવંટન વધારવાથી શેર બજારમાં તેજી આવી શકે છે. ઓમ્નીસાયન્સ કેપિટલના CEO અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વિકાસ ગુપ્તાએ એ અનુમાન લગાવ્યું છે કે, તેમણે મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં યુનિયન બજેટ 2023 વિશે વિસ્તારમાં ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, મને આશા છે કે, સરકાર યુનિયન બજેટ 2023માં અમૃતકાળના વિઝન પર ફોકસ વધારશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીના રોજ યુનિયન બજેટ 2023 રજૂ કરશે. આ બજેટ 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી 2.0 સરકારનું છેલ્લું બજેટ હશે. તેથી તેના માટે કેપિટલ એક્સપેન્ડિચર પર સરકારનું ફોકસ રહેવાની આશા છે.

ગુપ્તાએ કહ્યું કે, સરકારે રેલવે, ડિફેન્સ, પાવર, ક્લીનટેક, એક્સપર્ટ્સ માટે આવંટન વધારી શકે છે. FDI અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ માટે આવંટન વધારવાના ઉપાય પણ નિર્મલા સીતારમણ કરી શકે છે. તેની સારી અસર શેર બજારના સેન્ટિમેન્ટ પર પડશે. તેનાથી ઇનવેસ્ટર્સનો કોન્ફિડન્સ પણ વધશે. નાણાંમંત્રી વડાપ્રધાનના ગતિશક્તિ પર પણ ફોકસ કરશે. તેના સિવાય ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, પ્રોડક્ટિવિટી એન્હેન્સમેન્ટ, સનરાઇઝ ઓપોર્ચ્યુનિટીઝ, એનર્જી ટ્રાન્ઝિશન અને ક્લાઇમેટ એક્શન પર પણ સરકારનું ફોકસ રહેશે.

તેમણે કહ્યું કે, લોજિસ્ટિક્સના અલગ અલગ સાધનો ખાસ કરીને રેલવે અને વોટરવેઝ માટે આવંટન વધારવાની આશા વ્યક્ત કરી છે. વડાપ્રધાન ગતિશક્તિ માટે આવંટનમાં પણ મોટો વધારો થઇ શકે છે. ક્લીનટેક, રિન્યએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે આવંટન વધવાની આશા છે. તેના સિવાય, એજ્યુકેશન, હેલ્થકેર અને ડિફેન્સ પર પણ સરકારનું ફોકસ વધશે.

બજેટના એલાનોની શેર બજાર પર પડનારી અસર વિશે પુછવા પર ગુપ્તાએ કહ્યું કે, બજેટના દિવસે શેર બજારોમાં મોટું કરેક્શન આવવાની આશા ખૂબ ઓછી છે. પણ, જો કેપિટલ ગેન ટેક્સ વધારવામાં આવે છે તો માર્કેટમાં કડાકો આવી શકે છે. સરકાર ઇક્વિટી પર લોન્ગટર્મ કેપિટલ ગેનના હોલ્ડિંગ પીરિયડને પણ 1 વર્ષથી વધારીને 2થી 3 વર્ષ કરી શકે છે. જોકે, બજેટ ભાષણ દરમિયાન શેર બજારમાં ઉતર ચઢ સ્વાભાવિક વાત છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ યુનિયન બજેટ 2023માં રોકાણને લઇને શું એલાન કરશે. તેના જવાબમાં ગુપ્તાએ કહ્યું કે, બજેટમાં વિનિવેશનો ટાર્ગેટ વધારવાની આશા નથી. પણ, વાસ્તવિક ઇન્ટરનલ ટારગેટ એગ્રેસિવ રહેશે. સરકારી કંપનીઓને લઇને માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. આવતા 3થી 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનું કેપિટલ ઇનવેસ્ટમેન્ટ વધારે બની રહેવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp