ભારતમાંથી પૈસા કાઢીને ચીનમાં કેમ રોકે છે વિદેશી રોકાણકારો, 2022મા 1.21 લાખ કરોડ.

PC: corporatefinanceinstitute.com

ચીનના બજારોનું આકર્ષણ વધવાથી અને અમેરિકન અર્થવ્યવ્સ્થાના મંદીમાં જવાની ચિંતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો ઇનવેસ્ટર્સ એટલે કે, FPIએ આ મહિને અત્યાર સુધી શેર બજારોમાંથી શુદ્ધ રૂપે 15236 કરોડ રૂપિયા કાઢ્યા છે. જોકે, ગયા ચાર કારોબારી સત્રમાં FPI ખરીદદાર રહ્યા છે. આ પહેલા ડિસેમ્બર મહિનામાં FPIએ શેર બજારોમાં 11119 કરોડ રૂપિયા અને નવેમ્બર મહિનામાં 36239 કરોડ રૂપિયા નાખ્યા હતા.

કુલ મળીને FPIએ 2022માં ભારતીય શેર બજારોમાંથી 1.21 લાખ કરોડ રૂપિયા કાઢ્યા હતા. તેનું મુખ્ય કારણ વૈશ્વિક્ સ્તર પર કેન્દ્રીય બેન્કો દ્વારા આક્રામક રીતે વ્યાજ દરોમાં વધારો, વિશેષ રૂપે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા, કાચા તેલની કિંમતોમાં ઉતર ચઢ, રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે કોમોડિટીના ઉંચા ભાવ છે.

FPIના રોકાણને જોતા, 2022 સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. 2022માં તેમણે શેરોમાંથી જોરદાર નિકાસી કરી હતી. જ્યારે, આ પહેલા 3 વર્ષ દરમિયાન તેમણે શેરોમાં શુદ્ધ રોકાણ કર્યું હતું. ડિપોઝિટરીના આંકડા અનુસાર, FPIએ આ મહિના 15236 કરોડ રૂપિયાની શુદ્ધ નિકાસી કરી છે. FPIની વેચવાલીનું પ્રમુખ કારણ લોકડાઉન બાદ ચીનના બજારોનું આક્રામક રીતે ફરીથી ખુલવાનું છે.

એક બજાર નિષ્ણાંતે કહ્યું છે કે, ઝીરો કોવિડ નીતિના કારણે ચીને સખત લોકડાઉન લાગૂ કર્યું છે. તેનાથી ચીનના બજાર નીચે આવ્યા છે. એવામાં મૂલ્યના દૃષ્ટિકોણથી ત્યાં રોકાણ કરવું વધારે આકર્ષક થઇ ગયું છે. તેમણે કહ્યું કે, એ કારણે FPI ભારત જેવા ઉંચા વેલ્યુએશન વાળા બજારમાંથી પૈસા કાઢીને ચીનમાં રોકાણ કરવા માગે છે. તેમણે કહ્યું કે, તે સિવાય અમેરિકન અર્થવ્યવસ્થાના મંદીમાં જવાની ચિંતા સતત બનેલી છે, જેનાથી અમેરિકાના નિરાશાજનક આંકડા થી વધુ સમર્થન મળી રહ્યું છે.

એક અન્ય બજાર નિષ્ણાંતે કહ્યું કે, FPI દ્વારા નિરંતર વેચવાલી થોડી આશ્ચર્યજનક છે. કારણ કે, ડોલર ઇન્ડેક્સમાં સતત કડાકો આવી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ 2022ના 114ના શિખર પરથી ઘટીને હવે લગભગ 103 રહી ગયો છે. તુટતો ડોલર ઉભરતા બજારો માટે અનુકુળ સંકેત છે અને તેથી ભારતને રોકાણ પ્રાપ્ત કરવું જોઇતું હતું.

તેમણે કહ્યું કે, થઇ એવું રહ્યું છે કે, FPI ચીન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડ જેવા સસ્તા બજારોમાં ભારે રોકાણ કરી રહ્યા છે અને તે અપેક્ષાકૃત મોંઘા બજાર ભારતમાં વેચવાલી કરી રહ્યા છે. વિદેશી પોર્ટફોલિયો ઇનવેસ્ટરોએ આ મહિને શેરો સિવાય લોન કે બોન્ડ બજારમાંથી પણ 1286 કરોડ રૂપિયા બહાર કાઢ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp