મંડલા જિલ્લામાં અનોખુ કુંડ, ઠંડીમાં પણ ગરમ રહે છે પાણી અને આ રોગ દૂર કરે છે

PC: naidunia.com

મંડલા જિલ્લા મુખ્યાલયથી 22 કિલોમીટર દૂર મંડલા જબલપુર માર્ગ પર નર્મદા નદીના કિનારે પ્રકૃતિનો એક અનુપમ ઉપહાર જોવા મળે છે. ગામ બબેહાથી 2 કિલોમીટરની અંદર જંગલના રસ્તા પર ત્રણે તરફ નર્મદા અને બરગી ડેમના બેક વોટર્સથી ઘેરાયેલું એક કુંડ છે.

તેની ખાસિયત છે કે, ઠંડીની સીઝનમાં પણ આ કુંડનું પાણી ગરમ રહે છે. એ કારણે જ તેને ગરમ પાણીના કુંડના નામે ઓળખવામાં આવે છે. ઘણા જૂના આ કુંડ બરગીના બેક વોટરના કારણે વિલૂપ્ત થઇ ગયું હતું. બે વર્ષ પહેલા તેનો નવી રીતે જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ પહેલા પણ તેનું કાયાકલ્પ કરવામાં આવ્યું હતું.

લગભગ 250 ફૂટ ઉંડા આ કુંડને પાક્કું બનાવવામાં આવ્યું છે. આ સ્થાન એક સારા પિકનિક સ્પોટ તરીકે પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે. કહેવાઇ રહ્યું છે કે, આ કુંડના પાણીમાં સલ્ફર મળી આવે છે. જે કારણે આ કુંડમાં નહાવાથી ચર્મ રોગના દર્દીઓને ફાયદો થાય છે.

ક્ષેત્રીય નાગરિક રવિંદ્ર કછવાહાએ કહ્યું કે, અમે લોકો પડોસી ગામ સાગરથી છીએ. અમે લોકો બાળપણથી જ અહીં આવી રહ્યા છીએ. આ કુંડની વિશેષતા છે કે, તેનું પાણી ગરમ રહે છે. તેના પાણીમાં સલ્ફર હોવાના કારણે અહીં નહાવાથી ચર્મ રોગોથી મુક્તિ મળે છે. આ ઘણું જુનું કુંડ છે. પહેલા આ જગ્યા વધારે પડતી પાણીમાં ડૂબેલી રહેતી હતી. લગભગ 10 વર્ષ પહેલા એ ઉંચાઇ વધીને તેનું કાયાકલ્પ કરવામાં આવ્યું હતું.

પર્યટક મહજબીન ફાતિમાએ કહ્યું કે, પોતાના સાસરા વાળા સાથે અહીં આવ્યા છે. અહીંની ખાસ વાત એ છે કે, ત્રણે તરફથી પાણીની વચ્ચે આ ગરમ પાણીનો કુંડ છે. ઠંડીમાં ફરવા માટે આ જગ્યા ખુબ જ ફેમસ છે. ગરમ પાણીમાં નહાવાનો મોકો અને આસ પાસ ફરવાની પ્રાકૃતિક જગ્યા તેને ખૂબ જ ખાસ બનાવે છે.

આ કુંડ ખૂબ જૂના જમાનાનું છે, પણ હવે તે ખૂબ જ ફેમસ થઇ ગયું છે. હવે આ જગ્યા પર વધારે પડતા લોકો આવવા લાગ્યા છે. મહજબીને કહ્યું કે, બાળકો માટે અહીં સુરક્ષા વધારવામાં આવે અને પાર્ક વિકસિત કરવામાં આવે, જેથી બાળકો તેનો વધારે આનંદ લઇ શકે.

એક પ્રવાસી શેખ જાવેદે કહ્યું કે, લગભગ એક મહિના પહેલા આ જગ્યા વિશે ખબર પડી હતી. ત્યારથી જ ત્યાં આવવાનો પ્લાન કરી રહ્યા હતા. એ આશ્ચર્યજનક છે કે, ઠંડીમાં પણ આ કુંડનું પાણી આટલું ગરમ રહે છે. અમારા માટે આ એક અનોખી જગ્યા છે. પોતાના જીવનમાં પહેલી વખત આવી જગ્યા જોઇ છે. અહીં થોડી સાફ સફાઇની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp