ગંદા પાસપોર્ટનો હવાલો આપી આ દેશના એરપોર્ટ અધિકારીએ મહિલા પાસેથી વસૂલ્યા 82 હજાર

PC: i.dailymail.co.uk

જરૂરી દસ્તાવેજોને યોગ્ય રીતે ન રાખવા કોઇક વાર મુસીબતમાં ફસાવી શકે છે. હાલમાં જ એક ઓસ્ટ્રેલિયન મહિલાને આ કંઇક વધારે જ ભારે પડ્યું. બાલી એરપોર્ટ પર અધિકારીઓએ આ મહિલાને તેના ગંદા પાસપોર્ટ માટે 1000 ડૉલરની ચૂકવણી કરવા કહ્યું. એટલે કે અંદાજે 82 હજારૂ રૂપિયા. અધિકારીઓનું કહેવું હતું કે મહિલાનો ડર્ટી પાસપોર્ટ સ્વીકાર્ય નથી. ન્યૂયોર્ક પોસ્ટની રિપોર્ટ મુજબ, 28 વર્ષીય મહિલા પોતાની માતા સાથે વેકેશન માટે ઈન્ડોનેશિયા જઇ રહી હતી. તેણે જણાવ્યું કે, તેની મુશ્કેલી બાટિક એરપોર્ટના કાઉન્ટર પર ચેક-ઈન કરતા સમયે શરૂ થઇ. પણ ત્યાં તેના પાસપોર્ટની સ્થિતિને કારણે તેને એક બ્યૂ ફોર્મ પર સાઇન કરવા કહ્યું. બાટિક એરપોર્ટના કર્મચારીઓએ મહિલા પાસે એક વિશેષ બ્લૂ કલરનું ફોર્મ ભરાવ્યું અને તેને સાથે રાખવાનો આદેશ આપ્યો. જોકે, દસ્તાવેજી કાર્યવાહી પૂરી કર્યા બાદ અને ઈમિગ્રેશન પાસ કર્યા પછી મહિલાને પ્લેનમાં બેસવાની પરવાનગી મળી.

7 વર્ષ જૂનો પાસપોર્ટ ગંદો થઇ ગયો હતો

આ મહિલા અનુસાર, તેનો પાસપોર્ટ 7 વર્ષ જૂનો છે. માટે થોડો ગંદો થઇ ગયો હતો. મહિલા કહે છે કે, તેની ખરી મુસીબત બાલી એરપોર્ટ પર શરૂ થઇ. બાલી એરપોર્ટ પર ઈમિગ્રેશનના એક અધિકારી તેને પહેલા એક રૂમમાં લઇ જાય છે અને કલાકથી વધુ સમય માટે તેની સાથે પૂછપરછ કરે છે. એરપોર્ટના અન્ય કર્મચારીઓ હસવા લાગ્યા અને મારા પર કાયદો તોડવાનો આરોપ લગાવ્યો. કારણ કે મારો પાસપોર્ટ ડેમેજ થઈ ગયો હતો. અધિકારીએ મહિલાને કહ્યું કે તેઓ 1000 ડૉલરની ફી ભરીને કેસ બંધ કરે. જો મહિલા ફીની ચૂકવણી નહીં કરે તો તેને પોતાનો પાસપોર્ટ પરત મળશે નહીં.

દીકરી ન માની તો માતા પર દબાણ

હાલમાં જ પોતાની નોકરી ગુમાવનારી આ મહિલાએ જ્યારે ફી આપવાની ના પાડી તો એરપોર્ટના અધિકારીઓ તેની માતા પર દબાણ બનાવવા લાગ્યા. મહિલાએ કહ્યું, તેમણે મારી ડરી ગયેલી માતા સાથે સંપર્ક કર્યો અને તેને ફી ચૂકવવા માટે એ કહી મનાવી લીધી કે જો તેમણે ફી ચૂકવી નહીં તો મને મારો પાસપોર્ટ પાછો મળશે નહીં. અધિકારીઓને જ્યારે તેમના પૈસા મળી ગયા તો મહિલા અને તેની માતાને જવા દેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp