નવું વર્ષ ઉજવવા માટે ગોવા નહીં, પણ આ સ્થળ રહ્યું લોકોની પહેલી પસંદ

PC: viator.com

2022ના અંતની સાથે જ આપણે 2023માં પ્રવેશ કરી ચૂક્યા છીએ, જેની સાથે જ કેટલીક કંપનીઓએ વિતેલા વર્ષમાં તેમના ડેટા શેર કરવાનું ચાલુ કરી દીધું છે. હોટેલ ચેન ઓયોએ પણ પોતાનો એક રસપ્રદ ડેટા શેર કર્યો છે, જેનાથી ખબર પડે છે કે, ભારતમાં નવું વર્ષ ઉજવવા માટે ગોવા સૌથી પોપ્યુલર જગ્યા ન હતી, પણ લોકોએ એક એવા શહેરને પસંદ કર્યું છે કે, જે આધ્યાત્મ માટે જાણીતું છે.

ઓયોના CEO રિતેશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, 2022ના છેલ્લા દિવસે નવું વર્ષ ઉજવવા માટે મોટા પાયે લોકો વારાણસીને પસંદ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, નવા વર્ષ માટે લોકોએ ગોવા કરતા વધારે વારાણસી માટે હોટલ બુકિંગ કર્યું હતું. એક બાજુ ગોવા બીચ અને નાઇટલાઇફ માટે પોપ્યુલર છે, જ્યારે તેનાથી વિપરીત ઉત્તર પ્રદેશમાં સ્થિત વારાણસીને ભારતની આધ્યાત્મિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે.

અગ્રવાલે ટ્વીટર પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, ગોવામાં બુકિંગ કલાકના હિસાબે વધી રહ્યું છે. પણ અંદાજો લગાવીએ કે કયું શહેર ગોવાને પછાડી રહ્યું છે? તે છે વારાણસી. અમે વૈશ્વિક સ્તર પર લગભગ 700થી વધારે શહેરોમાં સોલ્ડ આઉટ થઇ ચૂક્યા છીએ. કોરોના મહામારીની શરૂઆત બાદથી જ આ વખતે નવા વર્ષમાં કોરોનાના ડરને નકારતા મોટા પાયા પર શિમલા, ગોવા, આગરા અને વારાણસી જેવા પોપ્યુલર લોકેશન્સ પસંદ કરવામાં આવી રહ્યા છે.

રિતેશ અગ્રવાલ અનુસાર, ગ્લોબલ સ્તર પર 4.50 લાખ કરતા વધારે બુકિંગ નવા વર્ષની સાજે કરવામાં આવ્યા હતા, જે 2021ની સરખામણીમાં 35 ટકા વધારે હતા. એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું કે, ગયા 5 વર્ષોમાં આ વખતે ઓયોએ સૌથી વધારે બુકિંગ લીધા હતા.

તેમણે લખ્યું કે, અમે આજે ગયા 5 વર્ષોમાં ભારત માટે પ્રતિ હોટલ પ્રતિ દિવસ ઉચ્ચતમ બુકિંગ પણ જોઇ રહ્યા છીએ. 31મી ડિસેમ્બરના રોજ રાતે 9 વાગે કરવામાં આવેલી ટ્વીટમાં એક ગ્રાફ શેર કરવામાં આવ્યો હતો, જેમાં રિતેશ અગ્રવાલસે કહ્યું કે, આ ટ્વીટ થયા સુધીમાં ઓટો એપ પર પ્રાઇસ ચેન્જ 1.27 કરોડ ગણો વધી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp