જડ લોકો ના સુધરેઃ આ તો હદ છે, વિમાનમાં પાનની પિચકારી મારેલી બેગ મળી

PC: etvbharat.com

તાજેતરમાં જ એક ફ્લાઇટમાં એક મુસાફર તેના સહ-યાત્રી પર પેશાબ કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ પછી ફ્લાઈટમાં પાન ગુટખા ખાધા બાદ થૂંકવાનો મામલો સામે આવ્યો છે. જેની ફરિયાદ એક મુસાફરે ટ્વીટ કરીને  ફરિયાદ કરી છે. પાનની પિચકારી મારનારા પર સ્થાનિક તંત્ર દંડની જોગવાઇ કરે છે, પરંતુ તેનો કડક અમલ થતો નથી એટલે લોકો બેધડક થૂંકતા રહે છે.

પાન- માવા કે ગુટખા ખાનારા ઘણી વખત જાહેર સ્થળોએ, સરકારી ઓફિસોમાં,  કે જયાં રહેતા હોય તેવા  બિલ્ડીંગમાં, કોર્મશિયલ કોમ્પલેક્સમાં પિચકારી મારીને સ્થળને ગંદુ કરતા ખચકાતા નથી. પણ કેટલાંક અસભ્ય લોકો એવા પણ હોય છે જે વિમાનમાં પણ પાનની પિચકારી મારી દે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વારાણસીથી મુંબઇ જતી એક ફલાઇટમાં કોઇ મુસાફર બેગમાં પાનની પિચકારી મારી દીધી હતી. સહયાત્રીએ તસ્વીર સાથે ટ્વીટ કરીને ફરિયાદ કરી છે. આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

વારાણસીથી  એવા સમાચાર આવ્યા છે જેણે ઘણા સવાલો ઉભા કર્યા છે. વારાણસીથી મુંબઈ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક મુસાફરે માત્ર પાન ખાધું જ નહીં પરંતુ ફ્લાઈટમાં બેગમાં પિચકારી પણ મારી હતી. જેનો ફોટો મુંબઈ જઈ રહેલા અન્ય એક મુસાફરે ટ્વીટ કર્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યાત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે ફલાઇટ SG 202માં અત્યારે વારાણસીથી વિમાનમાં ચઢ્યો છે અને બેગમાં પાનની પિચકારી મારી છે તે નજરે પડી છે. લોકોને પાન કે ગુટખા ખાવાનું પસંદ છે અને રસ્તા પર પણ થૂંકતા હોય છે, પરંતુ પિચકારી મારવામાં ફલાઇટને પણ ન છોડી.

કેટલાંક લોકો તો એરપોર્ટ પર કે પાર્કિંગમાં પણ પાનની પિચકારી મારી દેતા હોય છે. વર્ષ 2017માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ  એક કંપની પાસે વારાણસી એરપોર્ટનો સર્વે કરાવ્યો હતો. સર્વેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે લોકો એરપોર્ટ બહાર  પાર્કીંગમાં અનેક સ્થળોએ પાન અને ગુટખા ખાઇને પિચકારી મારી રહ્યા છે, જેને કારણે એરપોર્ટની સુંદરતા પર અસર પડી રહી છે. એરપોર્ટ પર થૂંકનારા સામે દંડનો આદેશ કરવામાં આવ્યો, પરંતુ તેનો અમલ કડક રીતે થઇ રહ્યો નથી એટલે હજુ પણ લોકો એરપોર્ટની બહાર પાનની પિચકારી મારી રહ્યા છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp