નેપાળમાં 72 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ, 32 લોકોના મૃતદેહ મળ્યા

PC: twitter.com

નેપાળમાં 72 યાત્રીઓને લઇને જતું એક વિમાન હવામાં હતું ત્યારે જ આગ લાગવાની ઘટનાને કારણે ક્રેશ થઇ ગયું હતું. જાણવા મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 32 લોકોના મોત થયા છે અને આ આંકડો હજુ વધી શકે છે.

નેપાળના પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર રવિવારે એક 72 સીટર ફલાઇટ ક્રેશ થઇ ગયું છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યારે એરપોર્ટને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળેલી માહિતી મુજબ કાઠમંડુથી પોખરા પહોંચેલું Yeti Airlinesનું વિમાન ક્રેશ થઇ ગયું છે.

Yeti Airlinesના ATR-72 વિમાનમાં કુલ 68 યાત્રીઓ સવાર હતા. નેપાળની મીડિયાના અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 32 લોકોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના પછી નેપાળ સરકારે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે.

આ પ્લેન વિશે જાણકારી મળી છે કે લેન્ડિંગ પહેલા જ પ્લેનમાં હવામાં આગ લાગી ગઈ હતી. Yeti Airlinesનુંના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ નેપાળી મીડિયા ધ કાઠમંડુ પોસ્ટને જણાવ્યું કે આ વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેન જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના પછી પોખરા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. પ્લેન પોખરા એરપોર્ટની નજીક ક્રેશ થયું છે.

નેપાળની જે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન ક્રેશ થવાની ઘટના બની છે તે ચીનની મદદથી બનાવવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલાં જ આ એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આજે Yeti Airlinesનું  વિમાન  દુર્ઘટનાનો શિકાર બની ગયું. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બચાવ કાર્ય ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે. Yeti Airlinesનું  આ વિમાન કાઠમંડુથી પોખરા જઇ રહ્યુ હતું.

પ્લેન ક્રેશને લઈને નેપાળના વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, કાઠમંડુથી પોખરા જતા મુસાફરોને લઈ જતી Yeti AirlinesANC ATR 72ના દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. હું સુરક્ષા કર્મચારીઓ, નેપાળ સરકારની તમામ એજન્સીઓ અને સામાન્ય જનતાને અસરકારક બચાવ શરૂ કરવા અપીલ કરું છું.

નેપાળની વિમાન દુર્ઘટના પર ભારતના સિવિલ એવિએશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ દુખ વ્યકત કર્યું છે. સિંધિયાએ ટ્વીટ કરીને લખ્યું છે કે નેપાળમાં એક દુખદ વિમાન દુર્ઘટનામાં જાનહાની અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના અને પ્રાથર્ના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp