ભારતને ઝટકો, આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રીની સુવિધા પર 1 જાન્યુઆરીથી પ્રતિબંધ

PC: indianeagle.com

સર્બિયાની સરકારે ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી 2023 થી, ભારતીય પાસપોર્ટ ધારકોને હવે માન્ય વિઝા વિના સર્બિયાનો પ્રવાસ કરવાની સુવિધા નહીં મળશે. ગેરકાયદેસર ઇમિગ્રેશનને નિયંત્રિત કરવા અને યુરોપીય વિઝા પૉલિસીની જરૂરિયાતોનું પાલન કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

સરકારે એક નિવેદનમાં કહ્યું, 'સર્બિયામાં 30 દિવસો સુધી રહેવાની તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં વિઝા ફ્રી પ્રવેશની હાલની વ્યવસ્થાને પાછી ખેંચી લેવામાં આવી છે.'

આ અગાઉ, રાજદ્વારી અને અધિકારી ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા વિના 90 દિવસ માટે દેશનો પ્રવાસ કરવાની મંજૂરી હતી, જ્યારે સામાન્ય પાસપોર્ટ ધારકો માટે આ સમયગાળો 30 દિવસનો હતો.

2017મા શરૂ કરવામાં આવી હતી આ વ્યવસ્થા

સપ્ટેમ્બર 2017મા સર્બિયા દ્વારા વિઝા ફ્રી પ્રવેશની શરૂઆત કરવામાં આવી હતી. સર્બિયાનો પ્રવાસ કરનારા ભારતીયો વિઝા ફ્રી એન્ટ્રીના આધાર પર સર્બિયાના પાડોશી દેશો અને અન્ય યુરોપીયન દેશો સહિત અન્ય દેશોનો પ્રવાસ નહીં કરી શકતા હતા.

ભારતીય દૂતાવાસે જારી કરી એડવાઈઝરી

સર્બિયા સરકારની આ જાહેરાત બાદ રાજધાની બેલગ્રેડમાં સ્થિત ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને વિઝા નિયમોમાં ફેરફાર અંગે જાણ કરી છે.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, '1 જાન્યુઆરી, 2023થી સર્બિયા જઈ રહેલા તમામ ભારતીય નાગરિકોને સર્બિયામાં ગણરાજ્યમાં પ્રવેશ કરવા માટે વિઝાની જરૂર પડશે. સર્બિયામાં 30 દિવસ સુધી રહેવા માટે તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા ફ્રી પ્રવેશની હાલની વ્યવસ્થાને સર્બિયા સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે. ભારતીય નાગરિક, જેઓ 1 જાન્યુઆરી, 2023ના રોજ અથવા તેના પછી સર્બિયાની મુલાકાત લેવાનું ઇચ્છી રહ્યા છે, તેઓએ નવી દિલ્હીમાં સર્બિયાના દૂતાવાસમાં અથવા જે દેશમાં તેઓ રહે છે ત્યાં વિઝા માટે અરજી કરવી જોઈએ.

એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, માન્ય શેંગેન, UK વિઝા, અથવા સંયુક્ત રાજ્ય અમેરિકાના વિઝા અથવા આ દેશોમાં રહેઠાણનો દરજ્જો ધરાવતા ભારતીયો હજુ પણ 90 દિવસ સુધી સર્બિયામાં પ્રવેશ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp